Aapnu Gujarat
ગુજરાત

ભાજપના ઉપાધ્યક્ષ ઓમ માથુરે અંબાજી માતાના દર્શન કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર શરુ થઇ ગયો છે બધા જ પક્ષો પોતપોતાના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ચૂંટણીની તારીખો નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ પોતાની વોટ બેંક મજબુત કરવા માટે સ્ટાર પ્રચારકોનો આશરો લઇ રહ્યા છે. આજે દાંતા સીટ માટે ભાજપના પ્રચાર કરવા માટે અંબાજી પાસેના પોશીના ગામે જતા વચ્ચે શક્તિપીઠ અંબાજી આવતા તેવો અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા તેમનુ અંબાજી ભાજપ દ્વારા સ્વાગત કરાયું હતું.આજે ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુપીના પ્રભારી ઓમ માથુર શક્તિપીઠ અંબાજીમાં માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને અંબાજી મંદિરના ગર્ભગૃહમા જઈ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ મહારાજ દ્વારા તેમને ચુંદડી આપવામા આવી હતી. માતાજીની ચરણ પાદુકા તેમને આશીર્વાદ રૂપે મુકવામા આવી હતી. ત્યારબાદ તેમને માતાજીની ગાદીમાં જઈ ભટ્ટજી મહારાજના દર્શન કર્યા હતા. રક્ષા કવચ હાથે બંધાવ્યું હતું. ત્યારબાદ તેવો અંબાજી મંદિરમાં આવેલા ગણેશ મંદિર અને અંબિકેશ્વર મહાદેવમાં શિવજીને જળ અર્પણ કર્યુ હતું, ઓમ માથુર ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ગુજરાતના પ્રભારી રહ્યા હતા. ગુજરાતને તમામ ચુંટણીમાં વિજેતા બનાવવામા તેમનો મોટો સિંહ ફાળો રહ્યો હતો હવે આ વખતે પણ ઓમ માથુર ગુજરાતના પ્રવાસે છે. ભાજપ માટે મત માંગી રહ્યા છે.તેમને ભાજપ સરકારના ગુણગાન ગાયા હતા અને ગુજરાતમાં પણ આ વખતે ભાજપ ૧૫૦થી વધુ સીટ મેળવશે અને ગુજરાત પ્રગતિ કરશે તેમ કહ્યું હતું.

Related posts

ઢોલ-નગારાની સાથે પ્રોપર્ટી ટેક્સ માટેની ઝુંબેશ શરૂ થઇ

aapnugujarat

અમદાવાદમાં માર્ગો અંગેની ફરિયાદ પર ધ્યાન અપાશે

aapnugujarat

अहमदाबाद में भीमा कोरेगांव मुद्दे पर दलितों की रैली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1