Aapnu Gujarat
બિઝનેસ

ગ્રાહકોના જોરે પ્રીમિયમ કારની માંગ વધી

પ્રથમવાર કાર ખરીદનારા લોકો અત્યાર સુધી એન્ટ્રી-લેવલની કાર ખરીદવાનું પસંદ કરતા હતા પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને આવા ગ્રાહકોમાં પ્રીમિયમ કારનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. લગભગ તમામ કંપનીની પ્રીમિયમ કારના આવા ગ્રાહકવર્ગમાં વધારો થયો હોવાથી તેમના પ્રીમિયમ મોડલના વેચાણમાં મજબૂત વૃદ્ધિ થઈ છે.મારુતિ સુઝુકી ડિઝાયરના ફર્સ્ટ-ટાઇમ ખરીદદારની સંખ્યા વધીને ૪૬ ટકા થઈ છે, જે છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૮ ટકા હતી. હ્યુન્ડાઇએ લોન્ચ કરેલા એક્સેન્ટના નવા વર્ઝનના ફર્સ્ટ-ટાઇમ ખરીદદારની સંખ્યા ૪૦ ટકાથી વધીને ૫૫ ટકા નોંધાઈ છે. એટલું જ નહીં, હ્યુન્ડાઇએ વર્નાનું પણ નવું વર્ઝન લોન્ચ કર્યું હતું, જેની કિંમત ૮ લાખથી શરૂ થાય છે અને તેના ફર્સ્ટ-ટાઇમ ખરીદદારની સંખ્યા પણ બમણી થઈને ૩૫ ટકાએ પહોંચી ગઈ છે. વર્નાના અગાઉના વર્ઝનના આવા ખરીદદારોની સંખ્યા ૧૮ ટકા વધી હતી. આવી જ રીતે, ટાટા મોટર્સે તેની સેડાન ઝેસ્ટનું પોઝિશનિંગ ઇન્ડિગોથી ઉપર કર્યું છે અને ઝેસ્ટના ફર્સ્ટ-ટાઇમ ખરીદદારની સંખ્યા અત્યારે ૪૬ ટકા છે એમ કંપનીએ જણાવ્યું હતું. વધુ રસપ્રદ વાત એ છે કે, ઝેસ્ટના પાંચમા ભાગના ગ્રાહકોની ઉંમર ૩૦ વર્ષ કરતાં ઓછી છે. નિષ્ણાતો આ ટ્રેન્ડ માટે લોકોની વધતી ખર્ચપાત્ર આવક, વાહનના ભાવમાં જોવા મળલી સ્થિરતા અને ફાઇનાન્સિંગના અનેક સસ્તા વિકલ્પોને જવાબદાર ગણાવે છે. આ કારણસર યુવાપેઢી સ્મોલ કાર ખરીદવા કરતાં વધારે ફીચર ધરાવતી મોટી અને પ્રીમિયમ કાર ખરીદવા પ્રેરાઈ રહ્યા છે.

Related posts

ગોલ્ડ જ્વેલરીની નિકાસ ૫૮% ઘટી

editor

સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટ પર કામ ચાલી રહ્યું છે : સીતારમન

editor

પોલિસી રેટને ૬.૨૫ ટકાના દરે યથાવત રખાય તેવી વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1