Aapnu Gujarat
બિઝનેસ

ગોલ્ડ જ્વેલરીની નિકાસ ૫૮% ઘટી

જેમ્સ-જ્વેલરીની નિકાસ ૨૦૨૦-૨૧માં ૨૫.૭૧% ઘટીને શ્૧,૮૫,૯૫૨.૩૪ કરોડની થઈ હતી. કોરોનાને કારણે નિકાસ પર વ્યાપક અસર થઈ હતી. ૨૦૧૯-૨૦માં આ નિકાસ શ્૨,૫૦,૩૧૯.૮૯ કરોડની થઈ હતી.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા આ આંકડા જાહેર કરાયા હતા. કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે વિતેલું વર્ષ અપવાદરૂપ હતું તેમ છતાં આ જેમ્સ-જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ કપરા સંજોગોમાં એકંદરે સારી કામગીરી કરી છે. ન્યૂ નોર્મલના સંજોગો સાથે તાલ મિલાવ્યો છે અને નિકાસમાં રિકવરીના શક્ય તમામ પ્રયાસ કર્યા છે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં નિકાસમાં ઘટાડા પછી ચોથા ક્વાર્ટરમાં ૧૨.૭૩ ટકાનો પોઝિટિવ નોંધપાત્ર ગ્રોથ દર્શાવ્યો છે.
કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્‌સ (સીપીડી)ની નિકાસ સમગ્ર વર્ષમાં ૮.૮૭ ટકા ઘટીને શ્૧,૨૦,૩૦૨.૦૪ કરોડની થઈ હતી. ગોલ્ડ જ્વેલરીની નિકાસ ૫૭.૮૯ ટકા ઘટીને શ્૩૫,૪૮૩.૧૭ કરોડની થઈ હતી, જે અગાઉના વર્ષે શ્૮૪,૨૭૦.૮૧ કરોડ હતી.
ચાંદીની જ્વેલરીની નિકાસ ૪૩.૫૫ ટકા ઉછળીને શ્૧૭,૧૬૩.૦૩ કરોડની થઈ હતી, જે અગાઉના વર્ષે શ્૧૧,૯૫૫.૭૫ કરોડ હતી. એ દૃષ્ટિએ સિલ્વર જ્વેલરી ગોલ્ડ જ્વેલરીનો વિકલ્પ બની હતી તેમ કહી શકાય.
દરમિયાન કલર્ડ જેમસ્ટોનની નિકાસ ૩૯.૩૨ ટકા ઘટીને શ્૧૩૭૭.૩૦ કરોડ થઈ હતી.
માર્ચ ૨૦૨૧ના મહિનામાં જેમ્સ-જ્વેલરીની નિકાસ ૭૩.૯૮ ટકા વધીને શ્૨૪,૭૨૯.૫૭ કરોડ થઈ હતી. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્‌સની નિકાસ ૧૧૭.૫૮ ટકા ઉછળીને શ્૧૫,૫૩૦.૧૧ કરોડ થઈ હતી. ગોલ્ડ જ્વેલરીની નિકાસ માર્ચમાં ૨૨.૫૦ ટકા વધીને શ્૫૫૦૫.૧૯ કરોડ થઈ હતી. ડ્યૂટી ફ્રી ગોલ્ડ ઉપલબ્ધ ન થવાથી પ્લેઈન ગોલ્ડ જ્વેલરીની નિકાસ ૬૦ ટકા જેવી ઘટી હતી.

Related posts

એચડીએફસી બેંકના સહયોગથી ડાકોરના શ્રી રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટને ઓનલાઈન ડોનેશન સુવિધા

aapnugujarat

કોલસા કૌભાંડ મુદ્દે નવીન જિંદાલ અને અન્યો સામે ચાર્જશીટ

aapnugujarat

केंद्र चीनी कंपनियों को 5 जी नेटवर्क से बाहर रखे – कैट

editor

Leave a Comment

UA-96247877-1