Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલને શૈંપૂ લગાવો કે સાબૂ તે ઘોડો નહીં બને : ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પાર્ટી અધ્યક્ષ બનવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યાં જ તેમનો ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર પણ ચરમસીમા પર છે. પ્રચાર દરમિયાન તેઓ મંદિરોની મુલાકાત લઇ રહ્યા છે. રાહુલ ગાંધીનાં જનેઉધારી હોવા પર પણ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં હવે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ કૂદી પડ્યા છે જ્યારે રાવતને પૂંછવામાં આવ્યુ કે, રાહુલ ગાંધીને જનેઉ પહેરાવવાને લઇ તમે શું કહેશો? તો આ સવાલનાં જવાબમાં ઉત્તરાખંડનાં સીએમે કહ્યું- તમે કોઇને પણ શૈંપૂ અથવા સાબૂથી નવડાવશો, તે ઘોડો નહી બને. તમને જણાવી દઇએ કે, ગત કેટલાક દિવસોથી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી મંદિર-મંદિર ફરી રહ્યા છે. આ દરમિયાન તેમના પ્રસિદ્ધ મંદિર સોમનાથમાં જવાથી વિવાદ ઉભો થઇ ગયો હતો.ખરેખર, રાહુલ ગાંધી જ્યારે સોમનાથ મંદિર પહોંચ્યા ત્યાંરે એક તસવીર વાઇરલ થઇ હતી. આ તસવીરમાં રાહુલે મંદિરમાં ગેર હિંદુ રજીસ્ટરમાં સાઇન કરી હતી. જેના પછી ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર હુમલો કરી દીધો હતો.
રાહુલ પર હુમલા બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ માત્ર હિંદુ જ નથી, પરંતુ તે જનેઉધારી હિંદુ છે. જેના પછીથી જ ચૂંટણી દરમિયાન જનેઉનો મુદ્દો સતત ગરમ થઇ રહ્યો છે.
ગુજરાતમાં બે ચરણોમાં ચૂંટણી યોજાશે. પ્રથમ ચરણ ૯ ડિસેમ્બર અને બીજૂ ચરણ ૧૪ ડિસેમ્બર. આ ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશનાં પરિણામ સાથે ૧૮ ડિસેમ્બરે આવશે.

Related posts

देश के दूसरे हिस्सों में दाखिल हुआ दक्षिण-पश्चिमी मॉनसून

aapnugujarat

पत्नी को नहीं आया था बीजेपी से फोन : कांग्रेस विधायक शिवराम हेब्बर

aapnugujarat

સંજીવ પુરીની નવા લીડર તરીકે ITC દ્વારા વરણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1