Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૯ની મૂડી ૮૧,૮૦૪ કરોડ ઘટી

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની દસ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૮૧૮૦૪.૩૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ મુડીમાં સૌથી વધુ ઘટાડો છેલ્લા સપ્તાહમાં થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસીસ, ટસીએસ, એચડીએફસીનો સમાવેશ થાય છે. આ તમામની માર્કેટ મુડીમાં ઘટાડા વચ્ચે મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં વધારો થયો છે. ટોપ ૧૦ કંપનીઓ પૈકીની આરઆઇએલની માર્કેટ મુડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તેની માર્કેટ મુડીમાં ૨૫૧૧૦.૬૦ કરોડનો ઘટાડો થયો છે. જેથી તેની માર્કેટ મુડી ઘટીને ૫૭૬૨૧૩.૯૬ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એસબીઆઇની માર્કેટ મુડી ૧૭૦૦૫.૧૫ કરોડ સુધી ઘટીને હવે ૨૬૯૭૯૪.૮૪ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસન માર્કેટ મુડી ૧૧૮૧૮.૦૪ કરોડ ઘટીને હવે ૨૨૦૧૬૬.૮૦ કરોડ થઇ ગઇ છે. ટીસીએસન માર્કેટ મુડીમાં આ ગાળા દરમિયાન ૧૧૧૪૧.૧૬ કરોડનો ઘટાડો થયો છે. આની સાથે તેની માર્કેટ મુડી હવે ૫૦૩૫૬૨.૯૨ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મુડી ઘટીને ૨૬૪૯૩૪.૯૬ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મુડીમાં ૧૧૧૪૧.૧૬ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મુડી ઘટીને ૫૦૩૫૬૨.૯૨ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મુડી ૮૧૨૭.૨૮ કરોડ ઘટીને ૨૬૪૯૩૪.૯૬ કરોડ થઇ ગઇ છે. આ ગાળા દરમિયાન આઇટીસીની માર્કેટ મુડી ઘટીને ૩૧૧૧૬૪.૯૬ કરોડ સુધી નીચે પહોંચી ગઇ છે. એચયુએલની માર્કેટ મુડી ૩૧૦૬.૦૩ કરોડ ઘટીને નીચી સપાટી પર પહોંચી ગઇ છે. બીજી બાજુ છેલ્લા સપ્તાહમાં એકમાત્ર કંપની મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં વધારો થયો છે. તેની માર્કેટ મુડીમાં ૩૬૨૦.૪૩કરોડ વધીને હવે ૨૬૦૦૧૬.૯૨ કરોડ થઇ ગઇ છે. ટોપ રેન્કિંગની વાત કરવામાં આવે તો આરાઇએલ પ્રથમ સ્થાને અકબંધ રહી છે. જ્યારે ટીસીએસ કંપની બીજા સ્થાન પર અકબંધ છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સ ૮૪૬ પોઇન્ટ ઘટીને નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૬૮ પોઇન્ટ ઘટીને નીચી સપાટી પર બંધ રહ્યો હતો. શેરબજારમાં ઉતારચઢાવની અસર ટોપ કંપનીઓની માર્કેટ મુડી પર જોવા મળે છે. રીલાયન્સ છેલ્લા કેટલાક સમયથી હવે માર્કેટ મુડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે. તે પહેલા ટીસીએસ કંપની ઘણા સમય સુધી માર્કેટ મુડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને રહી હતી.

Related posts

२५ सालों में पहली बार कार बनाने वाली कंपनियों की बिक्री में गिरावट आई

aapnugujarat

પ્રતિબંધિત શેલ કંપનીઓ પર ટેક્સ વિભાગની નજર

aapnugujarat

બેંક ઓફ બરોડામાં બે બેંકના મર્જરને બહાલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1