Aapnu Gujarat
ગુજરાત

યુપીની ચૂંટણીમાં ભાજપની જીતની સુરતમાં ફટાકડા ફોડી ઉજવણી

ઉતપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની બહુમતિ સાથે વિજય થયો હતો. યુપીમાં થયેલી આ જીતની ઉજવણી સુરતમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.
ભાજપના કાર્યકરોએ ઉધના ખાતે આવેલા કાર્યાલય પર ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે વિજયોત્સવ મનાવ્યો હતો. બાદમાં ફટાકડાના કાગળની સાંસદ દર્શના જરદોષ, શહેરભાજપ પ્રમુખ સહિતનાએ સ્વચ્છતા કરી હતી.ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉતરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા ગુજરાતના કાર્યકરોએ ઉજવણી કરી હતી. સાથે જ યુપીના વિજયથી ગુજરાતના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હોવાનું પણ કહ્યું હતું. અને આ વિજયોત્સવની મિઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

વી.એસ. હોસ્પિટલનું ૨૩૧.૩૬ કરોડનું બજેટ મંજુર

aapnugujarat

વિજાપુર ટીબી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

editor

આડેધડ બમ્પ, બ્રેકરના લીધે ચાલકોને ઇજા થાય છે : ગુજરાત હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1