Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં માર્ગ અકસ્માતમાં મોતના આંકડામાં ઘટાડો : રિપોર્ટ

દેશમાં માર્ગ અક્સમાતોમાં મોતના આંકડામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૭માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં આંકડો ઘટ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો માર્ગ અકસ્માતોમાં મોતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં જાન્યુઆર-સપ્ટેમ્બર ૨૦૧૭માં આ સંખ્યા ઘટીને ૫૩૯૩ થઇ છે જે જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૬માં ૬૧૬૮ નોંધાઈ હતી. એટલે કે માર્ગ અકસ્માતોના મામલામાં આ ઘટાડો ૭૭૫નો નોંધાયો છે. કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, તેલંગાણા, બિહાર અને અન્ય રાજ્યોમાં પણ માર્ગ અકસ્માતોમાં મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટિએ ઘટાડો પંજાબમાં સૌથી વધુ ૧૪.૫ ટકા થયો છે પરંતુ મોતના આંકડાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સંખ્યા સૌથી વધુ ઘટી છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાના કારણે સીધી રીતે ફાયદો થયો છે. માર્ગ સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી પેનલ દ્વારા રાજ્ય સરકારો સાથે આંકડાની આપલે કરવામાં આવી છે. મોટા રાજ્યોની વાત કરવામાં આવે તો પંજાબમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ ૧૪.૪ ટકાનો ઘટાડો થયો છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માતમાં મોતનો આંકડો ૧૩.૭ ટકા સુધી ઘટી ગયો છે. આંકડાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં આ ગાળા દરમિયાન મોતનો આંકડો સૌથી વધુ ઘટ્યો છે. અહીં મોતનો આંકડો ૭૭૫ સુધી ઘટ્યો છે. આ ઘટાડો ટકામાં ૧૨.૬ ટકાની આસપાસ છે. મહારાષ્ટ્રમાં ૮૦૭ સુધી આંકડો ઘટી ગયો છે. મહારાષ્ટ્‌માં જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૬માં મોતનો આંકડો ૯૭૬૭ હતો. જે હવે ઘટીને ૮૯૬૦ સુધી થઇ ગયો છે. આવી જ રીતે ગુજરાતમાં આ ગાળા દરમિયાન જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૬માં મોતનો આંકડો ૬૧૬૮ નોંધાયો હતો. જેની સામે હવે આ આંકડો ઘટીને ૫૩૯૩ થઇ ગયો છે. જુદા જુદા રાજ્યોમાં પણ આવી જ સ્થિતી રહી છે. સામાન્ય રીતે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની સીધી અસર જોવા મળી રહી છે. ટકામાં જોવામાં આવે તો ઘટાડો પંજાબમાં સૌથી વધારે જોવા મળે છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોની વાત કરવામાં આવે તો જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૭માં આ આંકડો ૧૦૮૮૮૭ થયો છે. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Related posts

પાંચ વર્ષોમાં ૨૩૯ અબજ ડોલર એફડીઆઈ મળી : નાણા મંત્રી પીયુષ ગોયલ

aapnugujarat

આગામી પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાના જ રહેશે : મોદી

aapnugujarat

દુનિયામાં સૌથી બેશરમ કોઈ હોય, તો ભારતના મુસલમાન : મુસા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1