Aapnu Gujarat
મનોરંજન

તાપ્સી તેમજ વિકી એક સાથે નજરે પડશે : હેવાલ

અનુરાગ કશ્યપની નવી ફિલ્મમાં તાપ્સી અને વિકી નજરે પડનાર છે. આ સંબંધમાં નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. આનદ એલ રાયની આગામી ફિલ્મ મનમરજિયામાં બન્ને સાથે કામ કરી રહ્યા છે. આ એક ત્રિકોણીય પ્રેમ સ્ટોરી ફિલ્મ હોવાની માહિતી મવી છે. અનુરાગ કશ્યમની ફિલ્મ માટે નિર્દેશક તરીકે પસંદગી કરવામાં આવી છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે અનુરાગ પોતાની ફિલ્મના શુટિંગને હવે શરૂ કરશે. તેઓ જાન્યુઆરીમાં આ રોમેન્ટિક ફિલ્મ બનાવી રહ્યા છે. તાપ્સી અને વિકી કૌશલ ફિલ્મમા લીડ રોલમાં કામ કરી રહ્યા છે. લવ સ્ટોરીને આગળ વધારી દેવા માટે ફિલ્મની ટીમ હવે બીજા અભિનેતાની શોધ કરી રહી છે. સુત્રોએ કહ્યુ છે કે બીજા અભિનેતાની શોધ ટુંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ફિલ્મનુ શુટિંગ હવે હિમાચલ પ્રદેશમા શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મની ટીમ હાલમાં લોકેશનને લઇને પણ આગળ વધી રહી છે. તેની પણ તપાસ ચાલી રહી છે. ફિલ્મનુ શુટિંગ સતત કરવામા આવનાર છે અને ફિલ્મને માર્ચના અંત સુધી પૂર્ણ કરી લેવામા આવનાર છે. આયુષમાન ખુરાના અને ભૂમિ સાથે એક કાર્યક્રમ વેળા આનંદ રાય દ્વારા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલા લોકોએ હજુ સુધી વધારે માહિતી આપી નથી. તાપ્સી છેલ્લે વરૂણ ધવનની ફિલ્મ જુડવા-૨ ફિલ્મમાં રજૂ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી કરી ગઇ હતી. ફિલ્મમાં તાપ્સીની સાથે જેક્લીનની પણ ભૂમિકા હતી. તાપ્સી નવી ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. તેની બોલબાલા પિન્ક બાદ સતત વધી છે. આ ફિલ્મને લઇને પણ તાપ્સી તૈયારી શરૂ કરી ચુકી હોવાના હેવાલ મળ્યા છે.

Related posts

અદિતિ રાવ સંજય લીલાની ફિલ્મ મળતા આશાવાદી

aapnugujarat

गलती से मिस्टेक :मौनी रॉय ने रक्षा मंत्री राजनाथ सिंह को किया टैग

editor

आयुष्मान और मैं कहीं न कहीं आपस में जुड़े हैं : विक्की कौशल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1