Aapnu Gujarat
ગુજરાત

૭૦ વર્ષ બાદ અમેઠીમાં કલેક્ટર ઓફિસ બની છે : શાહના પ્રહારો

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ કે,રાહુલ ભાઈ તમે અમારો શુ હિસાબ માંગો છો તમારા પરિવારના લોકોએ વર્ષ-૧૯૫૨થી સતત અમેઠી ઉપર શાસન કર્યુ હોવા છતાં આઝાદીના ૭૦ વર્ષ બાદ સૌ પ્રથમ વખત અમેઠીમા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કલેકટર કચેરીનો આરંભ કરાવવામા આવ્યો છે.મોદી સરકારનો જો તમે હિસાબ માગતા હોવ તો મોદી સરકારે ત્રણ વર્ષના શાસનમાં ગુજરાતને એક લાખ કરોડથી પણ વધુ રકમ વિકાસકામો માટે આપી છે.ભરૂચના વાગરા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે,મોદી સરકારની સિધ્ધિઓ વિશે સવાલો કરવાવાળાઓએ એ જાણી લેવુ જોઈએ કે,વનબંધુ યોજના દ્વારા આદિવાસીઓનો વિકાસ થવાની સાથે તેમના જીવન સ્તર પણ ઉપર આવ્યા છે.મોદી સરકારે ગુજરાતને શુ આપ્યુ એવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા તેમના પ્રવાસ સમયે કરવામા આવેલા આક્ષેપોનો જવાબ આપતા તેમણે કહ્યુ કે,રાહુલને એ ખબર હોવી જોઈએ કે.યુપીએ સરકારે ૬૩,૩૪૩ કરોડની આર્થિક સહાય ગુજરાતને તેમના શાસન દરમિયાન કરી હતી જેની સરખામણીમા વર્તમાન મોદી સરકારે માત્ર ત્રણ વર્ષની અંદર રૂપિયા એકલાખ કરોડથી પણ વધુની રકમ ગુજરાતને વિકાસ કામો માટે આપી છે.રાહુલે ગુજરાતના વિકાસ અંગે કરેલા સવાલોનો જવાબ આપતા તેમણે કહ્યુ કે,રાહુલ ભાઈ તમે અમારો હિસાબ શું માંગો છો તમારા વડવાઓ વર્ષ-૧૯૫૨થી અમેઠીમા શાસન કરતા આવ્યા છે આમ છતાં એક કલેકટર કચેરી પણ શરૂ કરાવી શક્યા નહતા.આઝાદીના ૭૦ વર્ષ બાદ અમેઠીમાં પહેલીવખત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી દ્વારા અમેઠીમા કલેકટર કચેરી શરૂ કરાવવામા આવી છે.મોદી સરકારમા લોકોએ કરફ્યુ પણ જોયો નથી માત્ર વિકાસ જ જોયો હોવાનુ પણ તેમણે કહ્યુ હતુ.આ સાથે જ ગુજરાતના મહત્વના પ્રશ્નો મોદી સરકારે ત્રણ વર્ષના શાસનમાં ઉકેલી નાંખ્યા હોવાનુ પણ તેમણે કહ્યુ હતુ.અમિત શાહે ગુજરાતમા કોંગ્રેસની સરકાર રચાશે એવો દાવો કરનારા રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કરતા કહ્યુ કે,કોંગ્રેસ કયા મુદ્દે ચૂંટણી લડવા માંગે છે તે જ સ્પષ્ટ નથી ઉપરાંત કોંગ્રેસ પાસે ન તો કોઈ નેતા છે ન તો નેતૃત્વ.

Related posts

આ છે દુનિયાનો સૌથી મોંઘો સિક્કો, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

aapnugujarat

વિરમગામના ભાવસારવાડામા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે 20 પાટોત્સવની ઉજવણી

aapnugujarat

પાટીદારોએ પોતાના વાળ,નખ વડાપ્રધાન મોદીને મોકલ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1