Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી બાદ હવે મહિલાઓને ખુશ કરશે સરકાર

સરકાર કન્ઝ્યૂમર પ્રોડક્ટ્‌સ અને રોજિંદી જરૂરીયાતોના સામાન બાદ હવે વોશિંગ મશીન અને રેફ્રિજરેટર જેવા કન્ઝ્યૂમર ડયૂરેબ્સ પરના જીએસટીના દરમાં ઘટાડો કરશે. હાલ આ વાઇટ ગુડ્‌સ પર ૨૮ ટકા ટેક્સ લેવામાં આવે છે.સૂત્રોનું માનીએ તો કન્ઝ્યુમર ડ્યુરેબ્લ પર ટેક્સ ઓછા કરવાથી તેની ખરીદીમાં વધારો થશે. મુળ બાબત એ છે કે વધારે ટેક્સને કારણે આ સેક્ટરમાં મંદીની ફરીયાદો ઉઠી રહી છે. આ સિવાય સરકાર મહિલાઓને પણ ખુશ રાખવા માંગે છે. તેથી ટેક્સ દરમાં ઘટાડો કરી તેમની સુવિધાના સામાનને સસ્તો બનાવી રહી છે.
દુનિયાભરમાં માન્યતા છે કે ડિશ વોશર્સ અને વોશિંગ મશીન્સ જેવી પ્રોડક્ટ મહિલાઓના કામને ઓછુ બનાવે છે. તેના કારણે તેમને અન્ય ઉત્પાદક કાર્યમાં વધુ સમય મળે છે.આમ પણ ડિશ વોશર્સ જેવી પ્રોડક્ટ્‌સ ભારતમાં મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે.
જીએસટી ઘટાડવાને કારણે તેના નિર્માણને પ્રોત્સાહન મળી શકે છે. મહત્વનું છે કે કેટલાક વાઇટ ગુડ્‌સ પેહેલાથી જ ૧૨ ટકાથી ૧૮ ટકાના દાયરામાં છે.મહત્વનું છે કે ડિશ વોશર્સ અને એર કન્ડિશનર્સ જેવો કેટલોક સામાન કેટલાક સમય માટે લગ્ઝરી આટમ્સની કેટેગરીમાં સમાવિષ્ઠ કરવામાં આવી છે. ગત સપ્તાહે સરકારે ફાઇવ સ્ટાર હોટલોને છોડીને અન્ય રેસ્ટોરન્ટ્‌સ પર જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દીધો છે.

Related posts

નોટબંધીથી હજુ પણ પરેશાન છે લઘુ અને મધ્યમ ઉદ્યોગ

aapnugujarat

सेंसेक्स 182 अंक उछला

aapnugujarat

સેંસેક્સ ૬૬૫ પોેઈન્ટ ઉછળી બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1