Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી : યોગી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના વારંવાર મંદિર જવાને લઈને નિશાન સાધતા તેને માત્ર એક દેખાડો ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપ ૧૫૦ કરતા વધારે બેઠકો પર જીત મેળવશે.યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, આજે રાહુલ ગુજરાતમાં મંદિરોમાં ભટકી રહ્યા છે, હું ખુશ છે કે આ કારણે તેમની બુદ્ધિ શુદ્ધ થઈ રહી છે. તેમને પુછવું જોઈએ આજ કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં શપથ પત્ર આપીને રામ-કૃષ્ણને કાલ્પનિક કહ્યા હતા, ત્યારે હવે રાહુલ મંદિરોમાં શું કરી રહ્યા છે.
યોગી આદિત્યનાથે કહ્યું રાહુલને મંદિરમાં બેસતા પણ નથી આવડતું. એક મંદિરમાં એ રીતે બેઠા હતા કે નમાજ પઢી રહ્યા હોય.
યોગીએ કહ્યું હું ગુજરાતનો પ્રવાસ કરીને આવ્યો છુ, ત્યાના લોકોમાં એક ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે ભાજપ આ ચૂંટણી જીતશે.જ્યારે યોગી આદિત્યનાથે સવાલ પુછવામાં આવ્યો કે રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે તો તેમણે કહ્યું અમારી શુભકામનાઓ. આગળ તેમણે કટાક્ષ કરતા કહ્યું, કૉંગ્રેસ મુક્ત ભારત માટે રાહુલ ગાંધીનું કૉંગ્રેસ અધ્યક્ષ બનવું જરૂરી છે.

Related posts

किसानों को अब भी नहीं मिल रहा उचित मूल्यः नीतीश कुमार

aapnugujarat

2 दिन के लेह दौरे पर सेना प्रमुख जनरल मनोज मुकुंद नरवणे

editor

હવે જૂની નોટ બદલવાની પરવાનગી આપવામાં આવે તો અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થશે : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1