Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૧૦ સરકારી વેબસાઇટે જાહેર કરી આધારની માહિતી

આધાર કાર્ડ રજૂ કરનાર સંસ્થા ઇન્ડિયન યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ૨૦૦થી વધુ વેબસાઇટ એ કેટલાંક આધાર લાભાર્થીઓના નામ અને સરનામાં જેવી માહિતીઓ જાહેર કરી દીધી છે.  એક આરટીઆઈના જવાબમાં કહ્યું કે તેમણે આ ઉલ્લંઘનની નોંધ લીધી છે અને આ વેબસાઇટો પરથી માહિતી હટાવી દીધી છે. આ સ્પષ્ટ નથી થયું કે આ ઉલ્લંઘન કયારે થયું.ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે તેમની તરફથી આધારની માહિતીને કયારેય જાહેર કરાઈ નથી.  સંસ્થાએ કહ્યું કે એ જાણવા મળ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ સહિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિભાગોની અંદાજે ૨૧૦ વેબસાઇટ્‌સ પર લાભાર્થીના નામ, સરનામા સહિત બીજી માહિતીઓ અને આધાર નંબરને સામાન્ય પ્રજાની માહિતી માટે જાહેર કરી દેવાઇ.તેણે એક આરટીઆઈ અરજીના જવાબમાં કહ્યું કે યુઆઈડીએઆઇ એ તેના પર ધ્યાન આપ્યું છે અને આ વેબસાઇ્‌ટ પરથી આધારની માહિતી હટાવી દીધી છે.ઓથોરિટી ૧૨ આંકડાની ખાસ ઓળખ રજૂ કરે છે જે દેશમાં કયાંય પણ ઓળખ અને ઘરના સરનામાનો પુરાવો હોય છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વિભિન્ન સામાજિક સેવા યોજનાઓનો લાભ ઉઠાવા માટે આધારને જરૂરી બનાવાની પ્રક્રિયામાં છે. આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે, ‘ઓથોરિટીનું ખૂબ વ્યવસ્થિત તંત્ર છે અને તે ઉચ્ચ સ્તરીય ડેટા સુરક્ષા બનાવી રાખવા માટે સતત પોતાના તંત્રને ઉન્નત બનાવી રહ્યું છે.’

Related posts

J&K में पाबंदियों पर एक सप्ताह के भीतर समीक्षा करे सरकार : सुप्रीम

aapnugujarat

કોંગ્રેસની સરકાર આવશે તો રાફેલ મામલામાં તપાસ થશે : રાહુલ ગાંધી

aapnugujarat

आतंकवादी फिर से बालाकोट में सक्रिय, बड़ी साजिश में पाक : सेना प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1