Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં  ડિજીટલ ગોળીને મંજૂરી : વૃધ્ધો સહિતના કરોડો લોકોને ફાયદો

સામાન્ય રીતે તમે દર્દીઓને એમ કહેતા સાંભળ્યા હશે કે, આજે તેઓ દવા લેવાનું ભૂલી ગયા. કેટલાક લોકો આ વાત છુપાવી લે છે, કે જેનાથી તેમની સારવાર કે ઇલાજ પર અસર પડે છે. પરંતુ હવે આ સમસ્યામાંથી છૂટકારો મળી શકશે. અમેરિકામાં સૌપ્રથમવાર ડીજીટલ ગોળી(દવા)ને માન્યતા પ્રાપ્ત થઇ ગઇ છે કે જેમાં એક સેન્સર જોડાયેલું છે. તે બહુ સરળતાથી બતાવી દેશે કે, તમે કઇ ગોળી કયારે લીધી છે. વાસ્તવમાં, દર્દીની બિમારી પ્રમાણે ડોકટર દવાઓનો ડોઝ નક્કી કરતા હોય છે અને જો ખરી દવા, ખરા સમયે ના લેવાય તો ઘણી મુશ્કેલી વધી શકે છે ત્યારે હવે આ ડીજીટલ ગોળી(દવા)ને પગલે દર્દીએ દવા લીધી કે નહી તે પણ ખબર પડી જશે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશને આ ડીજીટલ દવાના ડિવાઇસ પર મંજૂરીની મ્હોર મારી દીધી છે. ડિવાઇસ બહુ ઝડપથી થઇ રહેલા આધુનિકીકરણને દર્શાવી રહી છે કે જેના મારફતે દવાઓનું નીરીક્ષણ શકય બનશે. આ ડિવાઇસના કારણે ખર્ચ પણ બચશે. મહત્વની વાત એ છે કે, આ સમસ્યા કોઇ એક દેશની નથી. લાખો-કરોડો દર્દીઓ સાથે આ સમસ્યા જોવા મળે છે કે, તેઓ ડોકટરે કહ્યા મુજબ દવા લઇ શકતા નથી અથવા તો ભૂલી જાય છે. યુનિવર્સિટી ઓફ પીટ્‌સબર્ગ મેડિકલ સેન્ટરના હેલ્થ ડિવીઝનના ચીફ ઓફિસર ડો.વિલિયમ બેંકે જણાવ્યું કે, દરેક દર્દી મુજબ દવા અને લાઇફસ્ટાઇલ અપનાવવા જણાવવામાં આવે છે અને જો તે તેમ ના કરે તો, દર્દીની મુશ્કેલી અને ખર્ચા વધી જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસીન ઇન્સ્ટ્રકટર અમીત સરપટવારીએ જણાવ્યું હતું કે, આ ડીજીટલ પીલથી જાહેર આરોગ્યની સેવા વધુ સારી બનાવી શકાશે. તેનો સૌથી વધુ ફાયદો એ લોકોને થશે કે, જેઓ દવા લેવાનું ભૂલી જાય છે. ડીજીટલ નીરીક્ષણ માટે જો દર્દી સંમંતિ આપશે તો, ડોકટરની સાથે સાથે તેના પરિવારના અન્ય ચાર લોકો સુધી આ ઇલેક્ટ્રોનિક ડેટા પહોંચાડી શકાશે. તેનાથી સ્પષ્ટ ખબર પડી જશે કે, દર્દીએ કઇ તારીખે કઇ દવા કેટલા વાગ્યે લીધી છે. નોંધનીય છે કે, ડીજીટલ ટુલમાં એપ્લિકેશનના ઉપયોગની સાથે ઘડિયાળની જેમ પહેરવાની જરૂર પડે છે. (અનુસંધાન નીચેના પાને)

Related posts

अर्जेंटीना के टुकुमन प्रांत में बस दुर्घटना में 13 लोगों की मौत

aapnugujarat

Pakistan railway minister Sheikh Rasheed Ahmed predicts full-fledged war with India in October or November

aapnugujarat

ભારતીય મૂળના કાયાનને બીમારી થતા ઓસ્ટ્રેલિયાએ સમગ્ર પરિવારને દેશ છોડવા હુકમ કર્યો

editor

Leave a Comment

UA-96247877-1