Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જજોને લાંચ આપવાનો મામલો : સીટ તપાસની માંગને અંતે ફગાવાઈ : સુપ્રીમની ટીકા

ન્યાયમૂર્તિ આરકે અગ્રવાલ, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એએમ ખાનવીલકરની પીઠે એક ન્યાયાધીશને સુનાવણીમાંથી હટાવવાના મામલે કરવામાં આવેલી સીટની માંગને ફગાવી દેતા આ મામલે કરવામાં આવેલી રીટથી કોર્ટને નુકસાન થયું હોવાની ફિટકાર પણ આપી છે. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોના નામ ઉપર લાંચ માંગવાના મામલે સીટ દ્વારા તપાસની માંગણી અંગે કરવામાં આવેલી એક યાચિકાને આજે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, આ પ્રકારની યાચિકાથી ન્યાયાધીશોની ઇમાનદારી ઉપર વિના કારણ સંદેહ ઉભો થાય છે. સુપ્રીમ કોર્ટે વકીલ કામીની જયસ્વાલની રીટને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છ ેકે, સીબીઆઈની પ્રાથમિક મહત્વતા કોઇપણ ન્યાયાધીશની વિરુવદ્ધ નથી અને કોઇપણ ન્યાયાધીશ વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ કરવાનું સંભવ પણ નથી. આમ છતાં જયસ્વાલ વિરુદ્ધ માનહાનિ ભંગની નોટિસ જારી કરવામાં આવી નથી. ન્યાયમૂર્તિ આરકે અગ્રવાલ, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એએમ ખાનવીલકરની પીઠે એક ન્યાયાધીશને સુનાવણીમાંથી હટાવવાના ભાગરુપે કરવામાં આવેલા પ્રયાસ ઉપર પણ કડક શબ્દોમાં ટિપ્પણી કરી અને કહ્યંું કે આ યોગ્ય નથી. જયસ્વાલ એક વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણના માધ્યમથી આ મામલામાં ન્યાયમૂર્તિ ખાનવીલકરને હટાવવાની માંગણી કરી હતી. ખાનવીલકરે પોતે આ મામલામાં દૂર થવાનો ઇન્કાર કરી દીધો હતો. પીઠે કહ્યું કે, આ પ્રકારની યાચિકાથી સંસ્થાને ખુબ મોટું નુકસાન પહોંચ્યું છે અને વગર કારણે ઇમાનદારી ઉપર સંદેહ વ્યસ્ત કરવામાં આવ્યો છે. યાચિકામાં એવો દાવો કરાયો હતો કે, મેડિકલ કોલેજો સાથે જોડાયેલા મામલાઓન ઝડપથ આટોપવા માટે કથિતરીતે લાંચ લેવામાં આવતી હોય છે.

Related posts

કોઇ રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણ કરાશે નહીં : માયાવતી

aapnugujarat

पंजाब और हरियाणा में शीतलहर : तापमान गिरा

aapnugujarat

जीएसटीः सब्सिडी में कटौती से बढ़ेगी घरेलू गैस की कीमत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1