Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩.૫૯ ટકાના દર પર ફુગાવો પહોંચતા મોંઘવારીમાં વધારો

શાકભાજી સહિત જીવન જરૂરી ચીજોના ભાવમાં ઓક્ટોબર માસમાં વધારો થતાં ફુગાવાનો દર વધીને તેના છ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ૩.૫૯ ટકા પર નોંધવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન અને તેમાં પણ સપ્ટેમ્બર માસમાં ફુગાવાનો દર ૨.૬૦ ટકા નોંધાવા પામ્યો હતો. એક વર્ષ અગાઉ ઓક્ટોબરમાં ફુગાવાની સ્થિતિ ૧.૨૭ ટકા રહેવા પામી હતી. જો કે, ઓક્ટોબર ૨૦૧૭ના ફુગાવાની સ્થિતિ અને આ વર્ષે એપ્રિલમાં છેલ્લે ૩.૮૫ ટકા ફુગાવાનો દર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જથ્થાબદ્ધ મૂલ્ય સૂચકાંક મામલે આજે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ખાવા પવાની ચીજોમાં ફુગાવાનો દર ઓક્ટોબર માસની સરખામણીમાં બે ગણો વધીને ૪.૩૦ ટકા ઉપર પહોંચી ગયો છે. વિજિટરો શાકભાજીને લાગે વળગે છે ત્યાં સુધી ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં જે ૧૫.૪૮ ટકા નોંધાયો હતો તેમાં વધારો થઇને ઓક્ટોબર માસમાં ૩૬.૬૧ ટકા સુધી પહોંચી ગયો હતો. જ્યાં સુધી ડુંગળીને લાગે વળગે છે ત્યાં સુધી ઓક્ટોબરમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ડુંગળીના ભાવમાં ૧૨૭.૦૪ ટકા જેટલો વધારો નોંધાયો છે. ઇંડા, મટન અને માછલીના ભાવ ૫.૭૬ ટકા જેટલા ઉંચા રહેવા પામ્યા છે. બળતણ અને વિજળી ક્ષેત્રમાં ફુગાવાનો દર ૧૦.૫૨ ટકા ઉપર પહોંચી ગયો છે. બળતણમાં ફુગાવાની સ્થિતિ સતત છેલ્લા ત્રણ માસથી ઉંચ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં વધારો અને ત્યારબાદ પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ સતત વલધી રહ્યા છે. ઘરેલુ ઉત્પાદન વધવાના કારણે વિજળીના દર પણ ઉંચા સ્તરે પહોંચી ગયા છે. આનાથી વિપરિત સ્થિતિ દાળના ભાવમાં જોવા મળી છે જ્યાં સતતઘટાડાનું વલણ જોવા મળ્યું છે. ૩૧.૦૫ ટકા ભાવમાંઘટાડો જોવા મળ્યો છે. બટાટાના ભાવમાં ૪૪.૨૯ ટકા ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ઘઉંના ભાવ ૧.૯૯ ટકા નીચે રહેવા પામ્યા છે. ઓગસ્ટ મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવાનો અંતિમ આંકડો ૩.૨૪ ટકા ઉપર પૂર્વવત રહેવા પામ્યો હતો. ઉપભોક્તા મૂલ્ય સસચાંકના જારી કરવામાં આવેલા આંકડાઓમાં ઓક્ટોબર માસમાં ફુગવાના દર સાત માસના ઉચ્ચ સ્તર દર ૩.૫૮ ટકા નોંધાવવા આપ્યો છે.

Related posts

બેંગલોર ઉપર રાજસ્થાન રોયલ્સની ૩૦ રને જીત

aapnugujarat

નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો

aapnugujarat

કાર્યકર્તાનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે : સી.આર.પાટીલ

editor

Leave a Comment

UA-96247877-1