Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

બેંગલોર ઉપર રાજસ્થાન રોયલ્સની ૩૦ રને જીત

ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૯ની ૫૩મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સે જોરદાર દેખાવ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઉપર ૩૦ રને જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાન રોયલ્સની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૪ રન કર્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૩૪ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી માત્ર ડિવિલિયર્સ અને પાર્થિવ પટેલ મેદાન ઉપર ટકી શક્યા હતા. ડિવિલીયર્સે ૩૫ બોલમાં સાત ચોગ્ગા સાથે ૫૩ રન કર્યા હતા. જ્યારે પાર્થિવ પટેલ ૩૩ રન કરીને આઉટ થયો હતો. અન્ય તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી ગોપાલે ૧૬ રનમાં ચાર વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. તેની બોલીંગ સામે રોયલ ચેલેન્જર્સના બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા. જીતવા માટેના ૧૬૫ રનના લક્ષ્યાંક સામે બેંગલોરની ટીમ ક્યારેય પણ જીતવા માટેની સ્થિતિમાં દેખાઈ ન હતી.
અગાઉ રાજસ્થાન રોયલ્સે ત્રિપાઠીના શાનદાર ૮૦ રનના મદદથી ૧૬૪ રન કર્યા હતા. ત્રિપાઠીએ ૫૮ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. જ્યારે ક્લાસીને ૩૨ રન કર્યા હતા. ગોથમે પાંચ બોલમાં ૧૪ રન કર્યા હતા. આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. અગાઉ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Related posts

આજે કાર્ડિફમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટ્‌વેન્ટી-૨૦ : રાત્રે ૧૦ વાગ્યાથી જીવંત પ્રસારણ

aapnugujarat

ચાર વર્ષે જાગ્યા ભાગવત,રામ મંદિર મુદ્દે કર્યો હૂંકાર

aapnugujarat

सौरभ गांगुली निर्विरोध चुने गए बंगाल क्रिकेट संघ के अध्यक्ष

aapnugujarat

Leave a Comment

UA-96247877-1