Aapnu Gujarat
ગુજરાત

હવે મોદી કહેશે કે, અમે ચંદ્ર પર ખેતરો બનાવીશુ : રાહુલ

પાલનપુર બાદ સાંજે ડીસા પહોંચેલા રાહુલ ગાંધીએ અહીંના સ્થાનિક વેપારીઓને બટાટાના પ્રોસેસીંગ યુનિટને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનોના જૂઠ્ઠાણાંને લઇ જોરદાર માર્મિક કટાક્ષ કરી મોદી પર ચાબખા વરસાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, છેલ્લા ૨૨ વર્ષોમાં ગુજરાતની જનતાને મોદીજી અને ભાજપે કંઇક કેટલાય વાયદાઓ કર્યા છે પરંતુ તે પાળ્યા નથી. વર્ષોથી માત્ર ને માત્ર જૂઠ્ઠાણાંઓ જ ચલાવ્યા કરે છે. અહીંના બટાટાના વેપારીઓને મોદીજીએ વાયદો કર્યો હતો કે, તમે લોકો બટાટા કિલોના ભાવે નહી ગ્રામમાં વેચશો, આજે જે બટાટા છે, તે કાલે સોનું થઇ જશે. આખી દુનિયામાં તમારા બટાટા જશે અને એટલો ભાવ ઉંચો આવશે કે, બધા ખેડૂતો અમીર થઇ જશે પરંતુ મોદીજીનું સત્ય અને ગુજરાતની સચ્ચાઇ એ છે કે, તમારે બટાટા ફેંકવા પડે છે. જયાં પણ મોદીજી જાય છે ત્યાં કોઇને કોઇ વચનો આપે છે, જૂઠ્ઠાણાં ફેલાવે છે. આગામી ચૂંટણીમાં મોદી એમ કહેશે કે, તમારે અહીં ખેતરો નાના છે અને તેથી તમારા માટે અમે ચંદ્ર પર ખેતરો બનાવીશું ચંદ્ર પર તમારા બાળકો ખેતરો જોશે અને ફોટો બતાવશે. રાહુલના આ કટાક્ષ સાંભળી ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં તાળીઓના ગડગડાટ સાથે હાસ્યની છોળો ઉડી હતી. રાહુલ ગાંધીએ મોદીની જૂઠ્ઠાણાંની મોડેસ ઓપરેન્ડી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, મોદીજી જે પ્રદેશમાં જાય છે, ત્યાં માહિતી મેળવે છે કે અહીં શું છે અને શું પ્રચિલત છે કે વખણાય છે. લોકો જો બટાટા ઉગાડે છે તો આવીને કહેશે કે, અમે અહીં ફુડ પ્રોસેસીંગ યુનિટ લગાવીશું. એક બાજુ બટાટા જશે અને બીજીબાજુ બટાટા નહી નીકળે, સોનું નીકળશે. બધા જિલ્લામાં પૂછી લો, જયાં શેરડી ઉગે છે ત્યાં શેરડીની વાત થશે, સુરતમાં કાપડની વાત કરશે, હીરાની વાત કરશે. હીરાને સોનામાં બદલવાની વાત નહી કરે. ૨૨ વર્ષો સુધી આ પ્રકારે મોદીજી અને ભાજપે જૂઠ્ઠાણાં ચલાવી ગુજરાતની જનતાને છેતરી છે. નેનોને જે રૂ.૩૩ હજાર કરોડ રૂપિયા આપ્યા તે તમારા ફુડ પ્રોસેસીંગમાં નાંખ્યા હોત તો આજે તમારી જિંદગી બદલાઇ ગઇ હોત. અમે ખોટા વાયદાઓ નહી કરીએ. અમે તમારા બટાટાને સોનામાં બદલીશું એવો વાયદો નહી કરીએ પરંતુ હા મોદીજીએ ટાટા નેનો પ્રોજેકટમાં જે કરોડો રૂપિયા આપ્યા તે ગુજરાતની જનતાને કલ્યાણ માટે આપીશું.

Related posts

गुजरात की ओर तेजी से बढ़ रहा तूफान ‘वायु’, भारी बारिश के आसार

aapnugujarat

गरूडेश्वर में फूलटाइम की सीविल कोर्ट कार्यरत हुई

aapnugujarat

રાજ્યમાંથી દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે : મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1