Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાક.ના વડાપ્રધાન અબ્બાસીએ કહ્યું, ‘આઝાદ કાશ્મીર’નો વિચાર મંજૂર નથી

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સૂર બદલાયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ કહ્યું કે, આઝાદ કાશ્મીરના વિચારને ફગાવીને કહ્યું કે આવી માંગ માટે કંઈ સમર્થન નથી અને આ યથાર્થ પર આધારિત નથી. અબ્બાસીએ રવિવારે લંડનમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના દક્ષિણ એશિયા કેન્દ્રમાં આયોજિત પાકિસ્તાનનું ભવિષ્ય-૨૦૧૭ વિષય પર સંમેલનમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કાશ્મીર મુદ્દે આ વાત કરી.  તેમણે સંબોધન બાદ અફઘાનિસ્તાન – સૈન્ય-અસૈન્ય સંબંધો- પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પદ પર અયોગ્ય જાહેર કરવા- ભારત સાથે સંબંધો અને કાશ્મીર મુદ્દા જેવા વિષયો પર ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. પાકિસ્તાનની જીયો ટીવીના એક રિપોર્ટ મુજબ, સ્વતંત્ર કાશ્મીર પર એક સવાલના જવાબમાં અબ્બાસીએ કહ્યું કે સ્વતંત્ર કાશ્મીરની માંગ માટે કોઈ સમર્થન નથી. ભારત સાથે સંબંધ અંગે અબ્બાસીએ કહ્યું કે, બંને દેશો વચ્ચે સંબંધ ત્યાં સુધી નહીં સુધરી શકે ત્યાં સુધી કાશ્મીર મુદ્દો ન ઉકેલાય અને તે માત્ર વાતચીતથી જ આગળ વધી શકે છે.

Related posts

ભારતના જર્મની સાથે કરાયેલ કરારથી અમેરિકા નાખુશ

aapnugujarat

Multiple UFO lights appear in Arizona

aapnugujarat

Saudi Arabia’s King Salman hosted British FinMin Philip Hammond for talks in Jeddah

aapnugujarat

Leave a Comment

UA-96247877-1