ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમ્યાન અમેરિકા અને ઈયુ વચ્ચે અંતર વધી રહ્યું છે ત્યારે ભારતે જર્મની સાથે કરેલા કરારથી અમેરિકા નાખુશ છે.
મોદીએ યુરોપીયન યુનિયનને એક કરવામાં જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કેલના નેતૃત્વને એવી સ્થિતિમાં સમર્થન આપ્યું છે કે જ્યારે ઈયુ બ્રેક્ઝિટ અને અમેરિકાની સંરક્ષણવાદી નીતિઓ મામલે તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમ્યાન અમેરિકા અને ઈયુ વચ્ચે અંતર વધી રહ્યું છે. એવામાં મર્કેલે એ વાત દોહરાવી હતી કે યુરોપે પોતાના ભાગ્યને પોતાના હાથમાં લઈ લેવું જોઈએ.
મર્કેલના નિવેદન પર ટ્રમ્પે ટીપ્પણી કરતા ટ્વીટ કર્યું હતું કે જર્મની સાથેના વેપારમાં ઘટાડો થયો છે.
આ ઉપરાંત નાટો અને સૈન્યના મુદ્દે પણ જર્મનીએ આશા કરતા ઓછી ભૂમિકા ભજવી છે. અમેરિકા માટે આ ખરાબ બાબત છે જે બદલાવી જોઈએ.