Aapnu Gujarat
ગુજરાત

બારડોલી વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારોમાં ખેંચતાણ

બારડોલી વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવા ભાજપના ઉમેદવારોમાં ખેંચતાણ સર્જાતાં રાજકારણ ગરમાયું છે. તો સોશિયલ મીડિયામાં પણ પક્ષ વિરોધી મેસેજ વાયરલ કરવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયામાં એવો મેસેજ ફરતો થયો છે કે, જો ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો ભાજપને હરાવવા અને કોંગ્રેસને જીતાડવા માટે પ્રચાર કરવામાં આવશે. જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના પગલે બારડોલી વિધાનસભાની બેઠક પર કોને ટિકિટ આપવી એ પણ ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગરના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ ત્રણ જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી છે. પ્રતિનિધિત્વના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું કે, અમે ભાજપ સાથે હમેશા રહ્યાં છીએ. ચૂંટણીમાં ભાજપ ટિકિટ આપશે તો પસંદ કરવામાં આવેલા ઉમેદવારને મત આવી વિજયી બનાવવામાં આવશે.

Related posts

બગદાણા, સાળંગપુર, સોમનાથ, શામળાજી સહિત ગુજરાતના મંદિરો થયા બંધ

editor

જનતાએ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસને બેરોજગાર બનાવી

aapnugujarat

બાઈક ચોરી કરતા બે ચોરો ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

Leave a Comment

UA-96247877-1