Aapnu Gujarat
બિઝનેસ

હવે એચડીએફસી સ્ટાન્ડર્ડ આઈપીઓ પર નજર હશે : મંગળવારના દિવસે આઈપીઓ બજારમાં

શેરબજાર સાથે જોડાયેલા કારોબારીઓની નજર આઇપીઓ પર પણ નજર રહેશે. આકર્ષક આઇપીઓ હવે બજારમાં એન્ટ્રી કરી રહ્યા છે. બારતની ત્રીજી સૌથી મોટી ખાનગી સેક્ટરની વીમા કંપની એચડીએફસી સ્ટાન્ડર્ન્ડ લાઇફ દ્વારા મંગળવારના દિવસે આઇપીઓ લાવવામાં આવનાર છે. સાતમી નવેમ્બરના દિવસે તે આઇપીઓ સાથે આવશે. કંપની પ્રતિ શેર ૨૭૫-૨૯૦ની બ્રાઇઝ બેન્ડમાં પ્રાઇમરી માર્કેટમાંથી ૮૬૯૫ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આ ઇસ્યુ નવમી નવેમ્બરના દિવસે બંધ થશે. આ ઉપરાંત ફુટવેર રિટેલર ખાદીમ ઇન્ડિયાનો ઇસ્યુ સોમવારના દિવસે એટલે કે આવતીકાલે આવશે. આ આઇપીઓ મારફતે ૫૪૩ કરોડ રૂપિયા ઉભા કરવાની કંપનીની યોજના છે. બીજી બાજુ રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)ના શેર આવતીકાલે સોમવારના દિવસે નેશનલ સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ તશે. આ આઇપીઓ ૨૫મી ઓક્ટોબરથી ૨૭મી ઓક્ટોબર વચ્ચે લાવવામાં આવ્યો હતો. તેને જોરદાર સફળતા મળી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે લિસ્ટિંગ કાર્યક્રમમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને અન્ય તમામ ટોપ લોકો હાજરી આપશે. નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સના ઉપપ્રમુખ પણ હાજર રહ્યા હતા.

Related posts

ભારતે ગયા વર્ષે ૨.૧૬ લાખ કરોડના હીરાની નિકાસ કરી : રિપોર્ટ

aapnugujarat

Urjit Patel को मिली बड़ी जिम्मेदारी

editor

૧૫૦૦થી વધુ ફાઈનાન્સિયલ કંપનીના લાયસન્સ રદ થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1