Aapnu Gujarat
બિઝનેસ

ટાટા ગ્રૂપ સતત પાંચમા વર્ષે પણ દેશની બેસ્ટ બ્રાન્ડ

ટાટા ગ્રૂપ સતત પાંચમી વખત દેશની બેસ્ટ બ્રાન્ડ બનીને ઊભરી આવ્યું છે. ભારતીય બિઝનેસ જગતમાં પોતાનું એક અલગ અને આગવું સ્થાન ધરાવનાર ટાટા ગ્રૂપને વર્ષ ૨૦૧૭ના ‘બેસ્ટ ઈન્ડિયન બ્રાન્ડસ રિપોર્ટ’માં સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ બ્રાન્ડ કન્સ્લ્ટેશન ફર્મ ઈન્ટર બ્રાન્ડ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવ્યો છે.આ સતત પાંચમું વર્ષ છે, જ્યારે ટાટાએ આ યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની બ્રાન્ડ વેલ્યૂ રૂ. ૭૩,૯૪૪ કરોડ નોંધવામાં આવી છે, જ્યારે જીઓની એન્ટ્રી સાથે મૂકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આ યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે.  જીઓની મુખ્ય હરીફ કંપની એરટેલને યાદીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. આ બંનેની બ્રાન્ડ વેલ્યૂ અનુક્રમે રૂ. ૩૮,૨૧૨ કરોડ અને રૂ. ૩૬,૯૨૭ કરોડ આંકવામાં આવી છે. નાણાકીય ક્ષેત્રની એચડીએફસી અને એલઆઈસીને આ યાદીમાં ક્રમશઃ ચોથું અને પાંચમું સ્થાન મળ્યું છે. તેની બ્રાન્ડ વેલ્યૂ ક્રમશઃ ૨૬,૨૦૫ કરોડ અને રૂ. ૨૫,૭૭૪ કરોડ છે, જ્યારે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ અને ગોદરેજ ટોપ ટેનમાંથી બહાર રહ્યાં છે.

Related posts

ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપારી સમજૂતીને મંજૂરી

aapnugujarat

विदेशीमुद्रा भंडार 2.3 अरब डॉलर बढ़कर 453 अरब डॉलर के सर्वकालिक ऊंचाई पर

aapnugujarat

આવનારા નાણાકીય વર્ષમાં આઇટી સેકટરમાં જોબ વધશેઃ નેસ્કોમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1