Aapnu Gujarat
બિઝનેસ

GSTR -૨ અને ૩ દાખલ કરવા માટે મર્યાદા વધી ગઈ

વધુ બિઝનેસ અને કરદાતાઓને રાહત આપવાના હેતુસર કેન્દ્ર સરકારે આજે નવા ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટીઆર-૨) અને જીએસટીઆર-૩ હેઠળ ખરીદી રિટર્ન દાખલ કરવા માટેની તારીખને વધારી દીધી છે. આ તારીખને વધારવામાં આવ્યા બાદ કારોબારીઓને રાહત થઇ શકે છે. જુલાઈ મહિના માટે અંતિમ તારીખને વધારી દેવામાં આવી છે. જાહેરનામામાં નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જુલાઈના જીએસટીઆર-૨ માટે સમય મર્યાદા વધારીને ૩૦મી નવેમ્બર કરી દેવામાં આવી છે જ્યારે જુલાઈ મહિના માટે જીએસટીઆર-૩ દાખલ કરવા માટેની છેલ્લી તારીખ લંબાવીને ૧૧મી ડિસેમ્બર કરી દેવામાં આવી છે. જો કે, જીએસટીઆર-૧ (સેલ્સ રિટર્ન) દાખલ કરવા માટેની તારીખ વધારીને ૧૦મી ઓક્ટોબર અગાઉ કરવામાં આવી હતી. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીના નેતૃત્વમાં પ્રધાન સ્તરની પેનલે જીએસટીઆર-૨માં કરદાતાઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલી તકલીફોને લઇને ચર્ચા કરી હતી. આ વ્યવસ્થાને મજબૂત કરવા ઇન્ફોસીસ લિમિટેડ અને જીએસટી નેટવર્કને અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આઈટી સર્વિસ ઇન્ફોસીસે અમને કહ્યું છે કે, તે તેની ૧૦૦ સભ્યોની ટીમને વધારશે. આ ૧૦૦ સભ્યોની ટીમ હાલમાં જીએસટી નેટવર્કને ચલાવી રહી છે. ટેકનિકલ ખામીને દૂર કરવામાં આ ટીમ હવે વધુ ઝડપથી કામ કરશે. સોફ્ટવેરની મહાકાય કંપનીએ પહેલાથી ૨૭ ખામીઓ પૈકી ૧૮ને દૂર કરી છે. હવે તેમને ઓપરેશન બનાવી દીધી છે. જો કે, ઘણી સમસ્યાઓ જીએસટી કાઉન્સિલ મારફતે પણ દૂર કરાશે. હજુ સુધી ૧૨ લાખ કારોબારીઓ જીએસટીઆર-૨ રિટર્ન ભરી ચુક્યા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

જાહેર ક્ષેત્રની ૯ કંપનીઓની સંપત્તિ વેચવા માટેની તૈયારી

aapnugujarat

PM Modi inaugurates World Food India 2017

aapnugujarat

गुड्‌स और सर्विसेज सेक्टर में बेरोजगारी दूर करने के लिए खास कमिटी की रचना हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1