Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં જલારામ બાપાના ૨૧૮માં જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

શ્રી જલારામ સત્સંગ સેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી સમસ્ત લોહાણા જ્ઞાતિ પરિવાર વિરમગામ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાના ૨૧૮માં જન્મ જયંતિ મહોત્સવની વિરમગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ જલારામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. સવાર થી સાંજ સુધી જલારામ મંદિરમાં રામધુન તથા સત્સંગ ભજન કરવામાં આવ્યા હતા. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિરને રોશની કરીને શણગારવામાં આવ્યુ હતુ. શ્રી જલારામ સત્સંગ સેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વિરમગામના કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ, રઘુકુળ ભુષણ શ્રી રામચન્દ્ર ભગવાન તથા સંત શીરોમણી શ્રી જલારામ બાપાની અસીમ કૃપાથી સમસ્ત લોહાણા પરિવાર દ્વારા સં.૨૦૭૪ને કારતક સુદ ૭ ને શુક્રવારના રોજ શ્રી જલારામબાપાના ૨૧૮માં જન્મ જયંતિ મહોત્સવની વિરમગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે જલારામ મંદિરથી પ્રભાત ફેરી કાઢવામાં આવી અને સવારે ૯.૩૦ કલાકે ઝોળી ધોકા પુજન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ધજા આરોહણ કરવામાં આવ્યુ હતુ. જલારામ જયંતિએ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

:-રિપોર્ટર અમિત હળવદિયા ,વિરમગામ.

Related posts

એટીએમમાં નોટો ભરનાર કર્મચારીએ ૩૨ લાખ ચોર્યા

aapnugujarat

બાયોટેકનોલોજી અને એન્જિનીયરીંગમાં સંશોધન-શિક્ષણ માટે રાજ્યમાં ૨૬ બાયો ઇન્ફોર્મેટિક્સ, ડિઝાઇન લેબ અને હાઇ પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ લેબની રચના માટે મુખ્યમંત્રી રૂપાણીની મંજૂરી

aapnugujarat

સિવિલમાં ૫૦થી વધુ સર્જન લાઇવ સર્જરી કરવા સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1