Aapnu Gujarat
બિઝનેસ

અનિલ અંબાણીને લાગ્યો મોટો ફટકો, બંધ થશે આરકોમનો વાયરલેસ બિઝનેસ

માર્કેટમાં રિલાયન્સ જિઓના આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓનું મર્જર અને બંધ થવાનો સિલસિલો અટકતો નથી. આ ક્રમમાં જ હવે મુંકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશનો વાયરલેસ બિઝનેસનો મોટો સેગમેન્ટ બંધ થવાનો છે.
રિપોર્ટસ અનુસાર, કંપની જીએસએમ સર્વિસનો મોટો હિસ્સો નવેમ્બરના અંત સુધી બંધ કરશે.
રિલાયન્સ કમ્યુનિકેશને પોતાના કર્મચારીઓને એક મેસેજ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, ૩૦ નવેમ્બરના રોજ તેમની કંપનીનો છેલ્લો દિવસ હશે.
અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન પોતાની ડીટીએચ સર્વિસને બંધ કરશે, કારણે કે, આવતા મહિનામાં કંપનીનુ લાઈસન્સ બંધ થવા જઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિલાયન્સ કમ્યુનિકેશન પોતાની ડીટીએચ સર્વિસને ૧૮ નવેમ્બરથી બંધ કરી રહી છે.
તાજેતરમાં જ ટાટા ટેલિસર્વિસને એરટેલે ખરીદી લીધી છે અને આ રીતે ૧૪૯ વર્ષ જૂની ટાટા ગ્રૂપની ટેલિકો સેગ્મેન્ટ ટાટા ડોકોમોના અંતનો રસ્તો પણ સાફ થઈ ગયો. એક રિપોર્ટ અનુસાર, માર્કેટમાં વધુ એક ટેલિકોમ કંપની નાબૂદ થવાના આરે છે અને કંપની જલ્દી જ અધિકારિક નિવેદન જાહેર કરી શકે છે.

Related posts

શેરબજારમાં તેજી

editor

શેરબજારમાં અવિરત તેજી વચ્ચે સેંસેક્સ વધુ ૨૫૧ પોઇન્ટ અપ

aapnugujarat

૨૦૧૭માં વધેલી સંપત્તિ પૈકીની ૭૩ ટકા અમીરની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1