Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં ચાલુ ટ્રેનમાંથી પિતાએ બે પુત્રીને નીચે ફેંકી દીધી

યુપીના સીતાપુરમાં બિહારના એક ક્રૂર પિતાએ તેની બે માસૂમ પુત્રીને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાની ઘટના બનતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ ઘટનામાં ટ્રેક પાસે પડેલી બે બાળકીને પોલીસે હોસ્પિટલ પહોંચાડી હતી. પોલીસ આ બંને બાળકી પાસેથી માહિતી મેળવી બિહાર પોલીસનો સંપર્ક સાધી રહી છે.રામકોટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભવાનીપુર ખાતેના રેલવે ટ્રેક પરથી અમૃતસર- સહરસા એકસપ્રેસ ટ્રેન પસાર થયા બાદ કેટલાક ગ્રામીણોએ ટ્રેક નજીક બે માસૂમ બાળકીને બેભાન હાલતમાં પડેલી જોઈ હતી. બનાવની જાણ થતાં આ સ્થળે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. અને આ અંગે પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળે આવી બેભાન થયેલી બે બાળકીને જિલ્લાની હોસ્પિટલમાં પહોંચાડી હતી.જેમાં આઠ વર્ષની બાળકી અલબુન ખાતુન ભાનમાં આવી ગઈ હતી. જ્યારે પાંચ વર્ષની સલાની ખાતુન હજુ બેભાન છે.અલબુને પોલીસને જણાવ્યું કે તે બિહાર પ્રાંતના મોતીહારી જિલ્લાના છોડિયા ગામના તેના પિતા ઈડ્ડુ અને માતા અબલીના ખાતુન સાથે ટ્રેનમાં જઈ રહી હતી ત્યારે સવારે તેની માતા ઊંઘી રહી હતી ત્યારે તેના પિતા તેને અને તેની બહેન સલિનાને ટ્રેનના દરવાજા પર લઈ ગયા હતા અને તેમને બંનેને ધકકો મારી નીચે ફેંકી દીધી હતી.પોલીસ અધિકારી યોગેન્દ્રસિંહે જણાવ્યુ કે એક બાળકી ભાનમાં આવી ગઈ છે. અને બીજી બાળકી હજુ બેભાન છે. તેમણે જણાવ્યું કે એક બાળકી પાસેથી મળેલી માહિતીના આધારે હાલ બિહાર પોલીસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.

Related posts

शोपियां में सुरक्षाबलों ने 4 आतंकियों को किया ढेर

aapnugujarat

દિલ્હીમાં 12 વર્ષની છોકરી પર ગેંગરેપ

aapnugujarat

हिरासत में ली गई फारूक अब्दूल्ला की बहन और बेटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1