Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગોરખપુરમાં બાળકોના મોત મુદ્દે અખિલેશના ટિ્‌વટને લઇ વિવાદ છેડાયો

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગોરખપુરના બીઆરડી મેડિકલ કોલેજ સાથે જોડાયેલા એક ફોટાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ટિ્‌વટ કરીને પોતાની પાર્ટીને જ મુશ્કેલીમાં અખિલેશે મુકી દીધા છે. અખિલેશે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આગામી વખતે વિદેશથી માત્ર કલાકાર નહીં બલ્કે જાપાની તાવથી બચવા માટે ઉપાય પણ લાવવામાં આવશે. લોકોના ઘરમાં શાંતિ રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા આ ટિ્‌વટની સાથે અખિલેશે જે રીતે ટિ્‌વટ કર્યા છે તેનાથી અખિલેશ પોતે મુશ્કેલીમાં છે.
અખિલેશે જે ફોટાને લઇને ટિ્‌વટ કર્યા છે તેમાં દર્શાવવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, અખિલેશ રાજમાં ગોરખપુરમાં બાળકોના મોતની સંખ્યા પ્રદેશમાં યોગી સરકાર આવી તે પહેલા વધારે હતી. ૨૩મી ઓક્ટોબરના દિવસે પ્રકાશિત કરાયેલા લેખમાં ગોરખપુર સ્થિત બીઆરડી મેડિકલ કોલેજમાં ચાર દિવસમાં જ ૬૮ બાળકોના મોતના અહેવાલ આવ્યા હતા.

Related posts

મોદીએ યોગી આદિત્યનાથનાં વિરોધી શિવપ્રતાપ શુક્લને આપી કેબિનેટમાં જગ્યા

aapnugujarat

પથ્થરબાજાે અને દેશદ્રોહીઓને સરકારી નોકરી અને પાસપોર્ટ નહીં મળે

editor

૨૦૧૯નું વર્ષ રાહુલ ગાંધી માટે ફળદાયી રહેશે અને ૫૬ ઇંચની છાતી ૨૬ની થઇ જશે : સિદ્ધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1