Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીએ યોગી આદિત્યનાથનાં વિરોધી શિવપ્રતાપ શુક્લને આપી કેબિનેટમાં જગ્યા

મુખ્યમંત્રી બન્યા બાદ આદિત્યનાથ બુલેટ ટ્રેનની જેમ પોતાની રાજનીતિને રાજ્યમાં લાગૂ કરતાં જઈ રહ્યાં હતા. યોગી લગભગ અનિયંત્રિત અને નિરંકુશ થતા જઈ રહ્યાં હતા. પરંતુ રવિવારે કેબિનેટ વિસ્તાર યોગી માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી બ્રેકર સાબિત થયું છે. મોદીએ યોગીને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, ભલે તેઓ રાજ્યના સીએમ હોય, પરંતુ રાજનીતિમાં બેલેન્સ ખુબ જ જરૂરી હોય છે અને માત્ર એક વ્યક્તિની મંશા અને પસંદથી સરકાર ચલાવી શકાતી નથી.યોગીની મનમાનીને જોતા સરકારને આગળ વધારવી મોદીને ગમ્યું નહતું. આથી તેમના વિરોધી માનવામાં આવતા શિવ પ્રતાપ શુક્લને પોતાના મંત્રીમંડળમાં જગ્યા આપીને મોદીએ યોગીને પહેલો ફટકો આપી દીધો છે.શિવપ્રતાપ શુક્લને મંત્રી બનાવીને નરેન્દ્ર મોદીએ સૌથી મહત્વપૂર્ણ રાજ્યમાં જાતીગત સમીકરણના બેલેન્સને સંભાળવાની કોશિશ કરી છે. શિવ પ્રતાપ શુક્લા પોતે ગૌરખપુરથી આવે છે અને પાર્ટીમાં બ્રાહ્મણોના એક પ્રભાવી ચહેરાના રૂપમાં દેખવામાં આવી રહ્યાં છે.
શિવપ્રતાપ શુક્લ સતત ચાર વખત વિધાનસભાનું ઈલેક્શન જીત્યા છે. ૧૯૮૯,૧૯૯૧,૧૯૯૩ અને ૧૯૯૬માં સ્ન્છ અને યૂપીમાં મંત્રી પણ રહ્યાં છે. પરંતુ યોગીએ પોતાના રાજકિય વર્ચસ્વને કાયમ કરવા માટે શિવ પ્રતાપ વિરૂદ્ધ પોતાનો ઉમેદવાર ઉભો કરીને તેમને ઈલેક્શનમાં હરાવ્યા હતા. અહીથી બંને વચ્ચે રાજકિય અદાવત શરૂ થઈ હતી.યોગીએ શિવપ્રતાપ શુક્લની બધી જ રાજનીતિ ખત્મ કરી નાંખી હતી. તેમને બીજેપીમાં સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હતા, પરંતુ પાર્ટી પ્રતિ તેમને પોતાની વફાદારી છોડી નહતી. નરેન્દ્ર મોદી જ્યારે ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા તો શિવપ્રતાપ શુકલનું ૧૪ વર્ષ બાદ રાજકારણમાં ફરીથી પુનઃજન્મ થયો. તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હવે મોદીની કેબિનેટમાં મંત્રી બનવા જઈ રહ્યાં છે.

Related posts

૩૪૮ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ખર્ચ ૩ લાખ કરોડ વધી ગયો

aapnugujarat

Nipah virus: 314 quarantined in Kerala, 7 others in isolation

aapnugujarat

રામ મંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે ? ગિરિરાજ સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1