Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાર્જિલિંગથી જવાનોને દૂર કરવાના નિર્ણય ઉપર કોલકાતા હાઈકોર્ટની બ્રેક

દાર્જિલિંગની પહાડીઓમાંથી સુરક્ષા દળોને દૂર કરવાના નિર્ણય ઉપર કોલકાતા હાઈકોર્ટે આખરે પ્રતિબંધ મુકી દીધો છે. પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્રના દાર્જિલિંગથી કેન્દ્રીય બળોને દૂર કરવાના નિર્ણય ઉપર સ્ટે મુકવા કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોલકાતા હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ૨૩મી ઓક્ટોબર સુધી આ મામલામાં ખાતરી આપવા માટે કહ્યું હતું. જ્યારે રાજ્ય સરકારને ૨૬મી ઓક્ટોબર સુધી એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલામાં વધુ સુનાવણી હવે ૨૭મી ઓક્ટોબરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે કે, આગામી આદેશ સુધી દાર્જિલિંગમાંથી ફોર્સને હટાવવામાં આવશે નહીં. ગયા સપ્તાહમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા દાર્જિલિંગમાંથી સીઆરપીએફની ૧૫ કંપનીઓને દૂર કરીને તેની જગ્યાએ ૧૦ કંપનીઓ માટે આદેશ કર્યો હતો.
ત્યારબાદથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને અપીલ કરી હતી કે, જવાનોને દૂર કરવામાં ન આવે. ભાજપ પર કાવતરા ઘડી કાઢવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંગાળને અસ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેથી હિંસાનો દોર જારી રહી શકે.

Related posts

PMC Bank Scam : One more account holder died

aapnugujarat

સીબીઆઈ નિર્દેશક આલોક વર્માને હટાવાતા ખળભળાટ

aapnugujarat

हमने जो किया सही किया, हमारे काम से संतुष्ट हूं : खट्टर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1