Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નુકસાનમાંથી બહાર નિકળવા પાક.ને એક લાખ કરોડની જરૂર

યુદ્ધની સતત ધમકી આપનાર પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાના સૌથી ખરાબ તબક્કામાંથી બહાર નિકળી રહ્યુ છે. દેશનુ આર્થિક નુકસાનનો આંકડો એટલી હદ સુધી વધી ગયો છે કે આના માટે હવે તેને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મદદ લેવાની ફરજ પડી શકે છે. દરમિયાન વિશ્વ બેંકે પોતાના હેવાલમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનને પોતાના ચાલુ ખાતાકીય ખાદ્યમાંથી બહાર નિકળવા માટે આશરે એક લાખ ૧૦ હજાર ૩૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકથી અલગ પાકિસ્તાની પ્રતિનિધીઓથી મળ્યા બાદ વિશ્વ બેંકે કહ્યુ હતુ કે બીજા દેશો સાથે કારોબારના મામલે પાકિસ્તાન વિપરિત સ્થિતીમાંથી પસાર થઇ રહ્યુ છે. જો સતત વધી રહેલા નાણાંકીય નુકસાનના આંકડાને રોકવામાં નહી આવે તો અર્થવ્યવસ્થા પર જોખમ આવી શકે છે. વર્લ્ડ બેંકના કહેવા મુજબ આ જ કારણસર પાકિસ્તાનને વિદેશી દેશોથી આર્થિક મદદથી ખુબ જરૂર છે. આગામી નાણાંકીય વર્ષ માટે તેની જીડીપી પૈકી પાંચથી છ ટકા હિસ્સો વિદેશથી મળનાર નાણાંકીય સહાયતા મારફતે પૂર્ણ કરવાની જરૂર પડનાર છે.  પાકિસ્તાનના પ્રતિનિધીમંડળમાં નાણાં વિભાગના અધિકારીઓ પણ સામેલ હતા. જો કે બેઠક બાદ વર્લ્ડ બેંકે પાકિસ્તાનને સમર્થન જારી રાખવાની જાહેરાત કરી છે. વિશ્વ બેંકે એમ પણ કહ્યુ છે કે તે વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે પાકિસ્તાનની તમામ સહાયતા કરશે. જો કે આ વલણને લઇને કેટલાક દેશો નાખુશ દેખાઇ રહ્યા છે. પાકિસ્તાન પ્રત્યે બેવડુ વલણ અપનાવવામાં આવી રહ્યુ છે.

Related posts

પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂ કરશે પૂરાવા

aapnugujarat

Anhdra Pradesh CM Reddy in Dallas : I dream of an Andhra Pradesh where no farmer is forced to commit suicide

aapnugujarat

Sudan’s opposition rejects plan by its military rulers to hold elections within 9 months

aapnugujarat

Leave a Comment

UA-96247877-1