Aapnu Gujarat
શિક્ષણ

ધો. ૧૦ અને ૧૨ની માર્ચ-૨૦૧૮ની જાહેર પરીક્ષાના ફોર્મ ઓન લાઈન ભરવાની કાર્યવાહી શરૂ

ધોરણ ૧૦ અને ૧૨ની માર્ચ-૨૦૧૮ની જાહેર પરીક્ષાના ફોર્મ ઓન લાઈન ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધોરણ-૧૦ના ફોર્મ ભરવાની મુદ્દત તા. ૧૦.૧૧.૨૦૧૭ સુધીની નિયત કરવામાં આવી છે. રાજ્યમાં બોર્ડ દ્વારા નોંધાયેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ૧૭ હજાર જેટલી છે. ૧૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરે તો પ્રત્યેક સ્કુલદીઠ સરેરાશ ૧૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા થાય છે. શાળાના આચાર્ય અને કલાર્ક નોન ટીચીગ સ્ટાફ છે. દિવાળી વેકેશન દરમિયાન તેઓએ રજાના દિવસો સિવાય કામકાજના કલાકો દરમિયાન શાળામાં કામગીરી કરવી ફરજીયાત છે. તેથી પ્રત્યેક શાળા દીઠ વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યાને ધ્યાને લઈ, ઓન લાઈન ફોર્મ ભરવામાં થતા સમયની ગણતરી કરતાં, ફોર્મ ભરવાની કામગીરી નિયત સમયમર્યાદામાં કરી દેવી તદ્દન શક્ય છે. વેકેશનના દિવસોમાં પણ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય કરતા જ હોય છે તે બાબતને ધ્યાને લઈને તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યઓને આ કામગીરી સમયમર્યાદામાં થાય તે જોવા પણ જણાવવામાં આવ્યું છે, એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. બોર્ડની પરીક્ષાની પ્રક્રિયા આની સાથે શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ સાવધાન થયા છે.

Related posts

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનુ સ્થાયી કાર્યકર્તા સંમેલન યોજાયું

aapnugujarat

શાળા-કોલેજોમાં મોબાઇલ લઇ જવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

aapnugujarat

કેલોરેકસ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રદર્શન યોજ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1