Aapnu Gujarat
શિક્ષણ

કેલોરેકસ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રદર્શન યોજ્યું

કેલોરેકસ ઓલિવ ઈન્ટરનેશનલ  સ્કૂલના વિદ્યાર્થીઓએ  કર્ણાવતી કલબ, અમદાવાદ ખાતે પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેમાં સ્કૂલના ગ્રેડ 5ના વિદ્યાર્થીઓએ કલાસ રમતગમત, સંગીત, નૃત્ય, ગણિત, સાહિત્ય, તસવીરકલા,  વકતૃત્વ અને પશુઓની સંભાળ જેવાં વિવિધ માધ્યમોની મદદથી  પોતાની  લાગણીઓ વ્યક્તિ કરી  હતી. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના ભાગ તરીકે  વિદ્યાર્થીઓએ વિવિધ પૂછપરછ કરી હતી અને તેમણે  લાગણીઓ વડે સીધા સંકળાયેલા ‘વાણી સ્વાતંત્ર્ય’અંગે ચર્ચા કરી હતી. આ પ્રદર્શન એ સમાજમાં ગ્રેડ-5ના વિદ્યાર્થીઓએ સમાજમાં પોતાની ઉત્કટ લાગણી અને ધ્યેયને પારખીને પ્રસન્નતામાં  વધારો કરવા એક નાનુ કદમ ઉઠાવ્યું છે. વિદ્યાર્થીઓએ  બાળકોની લાગણી સમજીને તેના ધ્યેયને અનુરૂપ વર્તી સમાજમાં પ્રસન્નતા  પ્રસરાવવા  અંગે વિશ્વને સબળ સંદેશો આપ્યો છે કે  ‘ આપણુ જે કાંઈ  ધ્યેય હોય એની સાથે જીવવા સતત પ્રયત્નશીલ રહેવુ જોઈએ. !’ 

Related posts

યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતનાં ૩૫ વિદ્યાર્થીઓ પાસ

aapnugujarat

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

aapnugujarat

માસ પ્રમોશનની વાત પાયાવિહોણી છે, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો : ભૂપેન્દ્રસિંહ

editor

Leave a Comment

UA-96247877-1