Aapnu Gujarat
બિઝનેસ

દિવાળી અગાઉ ધૂમ ખરીદીથી નિસ્તેજ રિટેલ સ્ટોર્સમાં રોનક

આ વખતે તહેવારોની સીઝન ફિક્કી રહેવાના સંકેત હતા પરંતુ દિવાળી અગાઉ સપ્તાહાંતમાં ભારે ખરીદી થવાથી બજારમાં ચમક આવી છે. મોલના માલિકો અને એપેરલ બ્રાન્ડ્‌સે મુંબઈ, દિલ્હી અને અન્ય શહેરોમાં ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો નોંધાવ્યો છે. મોટા ભાગના રિટેલર્સ માટે વાર્ષિક વેચાણમાં તહેવારોની સીઝનના શોપિંગનો હિસ્સો લગભગ ૪૦ ટકા હોય છે.આ વખતે દિવાળીનું વેચાણ ધીમું હતું પરંતુ હવે તેમાં ગતિ આવી છે.એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ જેવી ઇકોમર્સ સાઇટ પર તગડાં ડિસ્કાઉન્ટ હોવાથી મોલમાં ઘરાકીને અસર થઈ હતી. આ ઉપરાંત જીએસટી લાગુ થાય તે પહેલાં પહેલી જુલાઈથી ખરીદી શરૂ થઈ હતી તેના કારણે પણ દિવાળીની ખરીદીને અસર થઈ હતી.દિલ્હીમાં ડીએલએફના મોલ ઓફ ઇન્ડિયાના ફૂટફોલ્સમાં ૧૫થી ૨૦ ટકા વધારો થયો હતો. તેવી જ રીતે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં વેચાણ ઊંચકાયું હતું.ચાલુ સપ્તાહાંતમાં બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો છે અને કેટલીક જગ્યાએ ૨૦થી ૨૫ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.મુંબઈમાં મોલ્સમાં મુલાકાતીઓની સંખ્યા ૧૦થી ૧૫ ટકા વધી હતી.ગયા નવેમ્બરમાં ડિમોનેટાઇઝેશન અને ત્યાર બાદ જીએસટીના કારણે બજારમાં અવ્યવસ્થા ફેલાઈ હતી. હવે વપરાશ ક્ષેત્રે ફરીથી સુધારો થયો હોવાના સંકેત છે. સૌથી વધુ ફાયદો થયો હોય તેવાં ક્ષેત્રોમાં એપેરલ બ્રાન્ડ્‌સ છે કારણ કે દિવાળી પછીની લગ્નની સીઝન માટે લોકો ખરીદી કરી રહ્યા છે.

Related posts

डिमांड ड्राफ्ट पर अब खऱीदने वाले के नाम का भी जिक्र होगा

aapnugujarat

नौकरियां बढ़ाने के लिए कॉर्पोरेट कम्पनियां खोलेंगी 700 MSME क्लस्टर : गडकरी

aapnugujarat

ભારતમાં ટિકટોકને મુકેશ અંબાણી ખરીદે તેવી ચર્ચાએ જોર પકડ્યું

editor

Leave a Comment

UA-96247877-1