Aapnu Gujarat
મનોરંજન

લૉ ટીઆરપીના કારણે અક્ષયના શોમાંથી ત્રણ જજને કાઢી મૂકાયા

અક્ષય કુમારે સ્ટાર પ્લસના કૉમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી સ્મોલ સ્ક્રીન પર કમબેક કર્યુ છે. આ શોની શરૂઆત શાનદાર થઇ હતી પરંતુ ટીઆરપીની રેસમાં ખિલાડી કુમારનો શો પાછળ રહી ગયો. સૂત્રોનુસાર, ઓછી ટીઆરપીના કારણે શોનાના જજ મલ્લિકા દુઆ, ઝાકિર ખાન અને હુસૈન દલાલને કાઢી મૂકવામાં આવ્યા છે. આ જગ્યાએ હવે બોલિવુડની બે જાણીતી જજની ભૂમિકા નિભાવશે.
બોલિવુડના ડિરેક્ટર સાજિદ ખાન અને ‘ગોલમાલ’ ફેમ શ્રેયસ તલપડે આ શોમાં જજ તરીકે જોવા મળશે. સૂત્રોનુસાર, સાજિદ અને શ્રેયસની સાથે ૧૮ ઑક્ટોબરના પહેલો શો શૂટ કરવામાં આવશે. અક્ષય કુમારના ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ શોમાં અક્ષય કુમાર અને આ ત્રણ જજ મળીને દેશભરમાંથી સારા સારા કોમેડિયન્સ પસંદ કરે છે. પરંતુ આ શોની ટીઆરપી અપેક્ષા મુજબ ઊંચી નહતી આવી શકતી. જેથી શોના મેકર્સે આ નિર્ણય કર્યો. મલ્લિકા, ઝાકિર અને હુસૈન ઇન્ટરનેટ સેંસેશન છે પરતું તેમની પૉપ્યુલારિટીથી શોને ફાયદો થયો ન હતા, આ કારણથી મેકર્સે શોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
હાલના જજની વાત કરીએ તો મલ્લિકાની લીઝા હેડન સાથેની સીરીઝ ધ ટ્રીપ ખાસ્સી પોપ્યુલર થઈ હતી. તેણે એઆઇબી સાથે બીજા પણ ઘણા ફની વિડીયોઝ બનાવ્યા છે. સ્ટેન્ડ અપ કોમેડિયન્સની દુનિયામાં ઝાકિર ખાન મોટું નામ છે. પરંતુ એવુ લાગે છે કે આ શોની ઓડિયન્સ તેમના હ્યુમરને સમજી શકી નહતી. હવે જોવાનું એ રહ્યું કે સાજિદ અને શ્રેયસ આ ડૂબતા જહાજને બચાવી શકશે કે નહિ.

Related posts

સુશાંત કેસ : ૮ હસ્તીઓને કોર્ટમાં હાજર થવા આદેશ

editor

ભૂમિ ફિલ્મમા સંજય દત્તની પુત્રીની ભૂમિકા કરી અદિતી ખુશ

aapnugujarat

સુશાંતસિંહ રાજપૂતને મળ્યું ઓસ્ટ્રેલિયામાં સન્માન

editor

Leave a Comment

UA-96247877-1