Aapnu Gujarat
ગુજરાત

સિવિલ કિડની હોસ્પિટલનાં ભાગમાં ઝાડ પર લટકતી યુવકની લાશ મળી

શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલ કિડની હોસ્પિટલના ભાગમાં આવેલા એક ઝાડ પર લટકીને એક યુવક દર્દીએ આત્મહત્યા કરી લેતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. જાહેરમાં ઝાડ પર યુવકને લટકતો જોઇને લોકો હેબતાઇ ગયા છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળ ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પગના સડાની બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય તેવી વિગતો સામે આવી હતી પરંતુ તેમછતાં પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ચોક્કસ કારણ શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલ કિડની હોસ્પિટલના ભાગમાં આવેલા એક ઝાડ પર યુવકની લટકતી લાશ જોઇને લોકો ચોંકી ઉઠયા હતા. થોડીવારમાં તો, લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. કિડની હોસ્પિટલ સત્તાવાળાઓ સમગ્ર ઘટના અંગે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી થોડી જ વારમાં પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ યુવકની લાશને ઝાડ પરથી ઉતારી હતી અને પોલીસને સોંપી હતી. પોલીસે પંચનામું સહિતની તપાસ કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પોલીસે અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં મરનાર યુવક પગના સડાની ગેગરીંગની બિમારીથી પીડાતો હતો અને તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોય તેવું બની શકે તેવી વિગતો સામે આવી હતી. જો કે, પોલીસે સમગ્ર મામલાનું સત્ય કારણ શોધવાની દિશામાં તપાસ જારી રાખી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થઇ શકશે એવું પોલીસનું માનવું છે. જો કે, આ બનાવને પગલે સિવિલ કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

ગૃમાં જાહેરાત – ગુજરાત રાજ્યમાં નવા 9 સ્પાેર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે, અત્યારે આટલા છે હયાત

aapnugujarat

પબજી ગેમ રમતો યુવાન રખિયાલમાંથી પકડાયો

aapnugujarat

અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુ દુષિત પાણીની સમસ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1