Aapnu Gujarat
ગુજરાત

ગૃમાં જાહેરાત – ગુજરાત રાજ્યમાં નવા 9 સ્પાેર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે, અત્યારે આટલા છે હયાત

વિધાનસભા ગૃહની અંદર ચાલી રહેલા વિધાનસભા સત્રની અંદર નવા સ્પાેર્ટસ કોમ્પલેક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ સાથે રમતવીરોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વાત હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહની અંદર કહી હતી. જેઓ રમત ગમત યુવા સાંસ્કૃતિ મંત્રી છે ત્યારે આગામી સમયમાં આ તરફ ગતી તેજ કરવામાં આવી છે.
અલગ અલગ ક્ષેત્રના 100 જેટલા ખેલાડીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ 9 સ્પાેર્ટ્સ કોમ્પલેક્ષ રાજ્યમાં ઉભા કરાશે. 19 જેટલા સ્પાેર્ટ્સ કોમ્પલેક્ષ અત્યારે હયાત છે. રમતવીરોને તૈયાર કરવા માટે આ સ્પાેર્ટ્સ કોમ્પલેક્ષ ઉભા કરવામાં આવશે.
ગુજરાતમાં ખેલાડીઓ વધુ પાંગરે અને વધુ ખીલે ત્યારે રાજ્ય સરકાર તરફથી અત્યારથી જ અે પ્રયાસ થઈ રહ્યા છે કે, રમતવીરોને આ પ્રોત્સાહન મળે અને એક સમયે ખાણી પીણીની લિજ્જત માણવા માટે જાણીતુ ગુજરાત રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને આ વખતના ખેલ મહાકુંભની અંદર રેકોર્ડ બ્રે રજીસ્ટ્ેશન 55 લાખથી વધુ વિદ્યાર્થીઓના થયા છે જે આ વાતનો ઉત્સાહ બતાવી રહ્યા છે.

Related posts

દમણમાં પત્નીએ 2 સંતાનોની સામે જ કરી નાખી પતિની હત્યા

aapnugujarat

૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૭મીએ મતદાન થશે

aapnugujarat

સંતરામપુરના MLA ડો.કુબેરભાઈ ડીંડોર રાજ્યકક્ષાના મંત્રી બનતા સમર્થકોમાં ખુશી

editor

Leave a Comment

UA-96247877-1