Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર ભાગ દ્વારા વિજયદશમી ઉત્સવનું આયોજન

આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર ભાગ દ્વારા ગોવિંદવાડી ખાતે  વિજયદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે વેદાંત એજ્યુકેશન કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી  ધારિણીબેન શુક્લ એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે સંઘમાં ઘણા બધા લોકો કાર્ય કરે છે પરંતુ હજુ વધારે લોકો એ સંઘકાર્યમાં જોડાવા ની જરૂર છે.

કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. શ્રી જયંતીભાઈ ભાડેસિયાએ (મા. સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ.સંઘ) પોતાના ઉદબોધનમાં કહ્યું કે દેશની સુખાકારી માટે સ્વચ્છતા આવશ્યક છે.  દેશમાં અને દુનિયામાં ચાલતા જેહાદી આતંકવાદનો જવાબ હિન્દૂ સંસ્કૃતિ માં જ છે .. ભગિની નિવેદિતાને ટાંકીને તેમણે કહ્યું કે મહાન લોકો જ મહાન રાષ્ટ્ર બનાવી શકે છે… ભારતીય સંસ્કૃતિ સર્વસમાવેશક છે. વધુમાં તેમણે જણાવ્યું કે  એપીજે કલામે કહ્યું કે તમે લોકોને ધર્મ અને આધ્યાત્મ આપો અને વ્યક્તિને રાષ્ટીય બનાવો બધા જ પ્રશ્નો નું નિરાકરણ આવી જશે.

આ અવસરે મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો, પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિર્ટિની કામગીરીનું મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ કરેલું નિરીક્ષણ

aapnugujarat

નર્મદાના પાણી ઉદ્યોગો સુધી પહોંચ્યા પરંતુ ખેતરોમાં નહીં

aapnugujarat

ગુજરાત : યુવા અસંતુષ્ટોની પણ ચાવીરૂપ ભૂમિકા હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1