Aapnu Gujarat
બિઝનેસ

નોટબંધી ઇફેક્ટ : ગિફ્ટ આઈટમ્સ બજારમાં મંદી

ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને નોટબંધીની માઠી અસર ગિફ્ટ આઈટમ્સ ઉપર પડી છે. તહેવારની સિઝન ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે ત્યારે ગિફ્ટ આઈટમ્સના વેચાણમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. આ વખતે દિવાળી ગિફ્ટના મામલામાં ફિકી રહે તેવી શક્યતા છે. નોટબંધી અને જીએસટીની બેવડી મારના પરિણામ સ્વરુપે કંપનીઓ અને લોકોની ગિફ્ટ આઈટમ્સ ખરીદવાની પ્રક્રિયા ઘટી ગઈ છે. કંપનીઓ ગિફ્ટ આઈટમ્સ ખરીદવામાં ઓછો ઉત્સાહ દર્શાવી રહી છે. દિવાળીમાં સામાન્યરીતે કોર્પોરેટ ડ્રાયફ્રુટ્‌સ, ચોકલેટ, મિઠાઈ આપવામાં આવે છે. ૫૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘરસજાવટની ચીજવસ્તુઓ, બેગની ડિમાન્ડ વધારે રહે છે. વ્યક્તિગતરીતે પણ પારસ્પર ખુબ મોટી સંખ્યામાં ગિફ્ટ ચીજવસ્તુઓની આપલે કરવામાં આવે છે. જેની કિંમત ૫૦૦૦ રૂપિયાથી લઇને ૫૦૦૦૦ રૂપિયા સુધીની હોય છે. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા પછી ગિફ્ટ આપવાની બાબત ખર્ચાળ સાબિત થઇ રહી છે. આનુ કારણ જીએસટી છે. પહેલા હેન્ડાક્રાફ્ટ ઉપર શૂન્ય ટકા ટેક્સ હતો જ્યારે હવે હાથથી બનેલી ચીજવસ્તુઓ ઉપર ૧૨ ટકા જીએસટી લાગૂ થાય છે. બીજી ગિફ્ટ આઈટમ્સો ઉપર પણ ટેક્સની માર પડી રહી છે. પહેલા આમા ૫થી ૧૫ ટકા સુધી ટેક્સ લાગતો હતો જ્યારે જીએસટી બાદ ૨૮ ટકાની હદમાં આવી ગઈ છે. ગિફ્ટ માર્કેટમાં ઠંડા કારોબારના કારણે કારોબારીઓ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, નોટબંધીમાંથી બહાર નિકળવાની આશા ઉપર જીએસટીએ પાણી ફેરવી કાઢ્યું છે. દિવાળીના એક મહિના પહેલાથી જ ગિફ્ટ આઈટમ્સો ખરીદવા માટેના ઓર્ડર આવી જતાં હતા. પેકિંગની શરૂઆત પણ થઇ જતી હતી પરંતુ આ વખતે આવું થઇ રહ્યું નથી. લોકો અને કંપનીઓ હવે ગિફ્ટ આઈટમ્સ ખરીદવા માટે ઇચ્છુક દેખાઈ રહી નથી. આનુ સીધું કારણ એ છે કે, જીએસટીના કારણે મંદી પ્રવર્તી રહી છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ ૨૮ ટકા જીએસટીની વાત સાંભળે છે ત્યારે ખરીદી કરવાથી છટકી જાય છે.
કેટલાક મોટા ગ્રાહકોને છોડી દેવામાં આવે તો ગિફ્ટ આઈટમ્સ માર્કેટમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. હજુ સુધી માંગમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. આવનાર દિવસોમાં સ્થિતિમાં સુધારો થાય તેવા સંકેત ઓછા દેખાઈ રહ્યા છે. સિલએશન પીઆરના એમડી શૈલેષ ગોયેલનું કહેવું છે કે, નોટબંધી બાદ આશા હતી કે, સુધારો આવી જશે પરંતુ હવે લાગે છે કે, જીએસટીની મારને માર્કેટ ઉઠાવવાની સ્થિતિમાં નથી જેથી દિવાળીમાં ખરીદદારી નબળી રહી શકે છે.

Related posts

સેન્સેક્સમાં ૩૫૬ અંકનો ઘટાડો

aapnugujarat

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ભરવો પડશે ડબલ જીએસટી મામલે સરકારે કર્યો ખુલાસો

aapnugujarat

जुलाई में थोक महंगाई दर घटकर ५.०९ फीसदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1