Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોના હિતની વાત તો કોંગ્રેસને શોભતી જ નથી : મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાત ગૌરવ યાત્રા ઉમંગ ઉત્સાહ વચ્ચે શરૂ થઇ હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ માટે વિકાસ એક મજાક છે. જ્યારે ભાજપ અને ગુજરાતને મન વિકાસ તેનો મિજાજ છે. રૂપાણીએ આક્રમક પ્રહાર કરતા કોંગ્રેસને આંકડાકીય વિગત પણ પુરી પાડી હતી. રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત વિકાસની દિશામાં કઇ રીતે આગળ વધશે તે અંગે જન જન સુધી સંપર્કની આ ગૌરવ યાત્રા છે. ગુજરાતના અને ભારતના સપુત સરદારને સતત અન્યાય કરવામાં આવ્યો હતો. ૪૧ વર્ષના વિલંબ બાદ સંસદમાં તૈલચિત્ર ભાજપના શાસનમાં વાજપેયીના સમયમાં મુકાયું હતું. સરદાર, સુભાષચંદ્ર બોઝ જેવા રાષ્ટ્રીય સપુતો સાથે અન્યાય કરાયો હતો. ગામડાઓનો, ખેતી, રસ્તા, ઉદ્યોગોનો વિકાસ ૨૦૦૧ પછી નરેન્દ્રભાઈના શાસનથી શરૂ થયો હતો. રાજકારણમાં વોટબેંકની રાજનીતિના બદલે વિકાસની રાજનીતિ મોદી શાસનમાં શરૂ થઇ હતી. વિકાસને અમે મિજાજ તરીકે લીધો છે. ચામાચિડિયાઓને જેમ સુરજ દેખાતો નથી તેમ કોંગ્રેસને વિકાસ દેખાતો નથી. ગુજરાતના ૪૫ વર્ષના શાસનમાં કોંગ્રેસે જે ન કર્યું તેના કરતા અનેકગણો સારો વિકાસ ભાજપના શાસનમાં થયો છે.
ભારતમાં કોઇ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વિકાસ થયો ન હોય તેના કરતા અનેકગણો સારો વિકાસ ગુજરાતમાં થયો છે. વિકાસ મુદ્દે ચર્ચા કરવા રૂપાણીે રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર કોંગ્રેસના શાસનમાં ફુલ્યાફાલ્યા હતા. ખેડૂતોને મારનાર કોંગ્રેસને ખેડૂતોના હિતની વાત શોભતી નથી.

Related posts

પેટ્રોલ-ડીઝલમાં વધારો યથાવત

aapnugujarat

ભારત યોગ રંગમાં રંગાયુ : નરેન્દ્ર મોદી સહિત કરોડો દ્વારા યોગાસન

aapnugujarat

મોદી વિરુદ્ધ મનમોહનસિંહે રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1