Aapnu Gujarat
ગુજરાત

અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને બાગાયત યોજનાની સહાય મળશે

વલસાડ જિલ્લાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને બાગાયત ખાતાની યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મૂકાયું છે. આ પોર્ટલ તા.૧૦મી ઓક્‍ટોબર સુધી ખુલ્લું રહેશે. જે ખેડૂતમિત્રો આ યોજનામાં ૨૦૧૭-૧૮ના વર્ષમાં લાભ મેળવવા ઇચ્‍છતા હોય તેઓ પોતાના ગામના ઇગ્રામ સેન્‍ટર, ખાનગી ઇન્‍ટરનેટ, કે બાગાયત વિભાગની કચેરીમાં સવારની ૧૧ થી ૫-૦૦ કલાક દરમિયાન ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુકની નકલ સાથે રાખી સંપર્ક સાધવાનો રહેશે. ખેડૂત જાતે પણ www.ikhedut.gujarat.gov.in સાઇટ ઉપરથી અરજી કરી શકશે. અરજી કર્યા બાદ અરજી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, સેવાસદન-૧, પહેલા માળે, ધરમપુર રોડ, વલસાડને સાત દિવસમાં પહોંચતી કરવાની રહેશે, એમ વલસાડના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.

Related posts

મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી શરૂઆત

aapnugujarat

३ हजार से अधिक घरो में मच्छर के ब्रीडींग स्पोट मिले

aapnugujarat

ડ્રાઈવ ઈનથી માનવમંદિરની તરફનો રસ્તો બંધ થઇ ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1