Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં ૨૭ પૈકી ૨૬ કોંગી ધારાસભ્ય સોનિયાથી નારાજ

અશોક ચોધરીને દુર કરવામાં આવ્યા બાદ બિહાર કોંગ્રેસના નવા કારોબારી અધયક્ષણ બનેલા કોકબ કાદરીએ કારોબાર સંભાળી લીધો છે. જો કે આ પ્રસંગે રાજ્યના ૨૭ પાર્ટી ધારાસભ્યો પૈકી ૨૬ ગેરહાજર રહ્યા હતા. બિહાર કોંગ્રેસના પ્રમુખપદેથી અશોક ચોધરીની હકાલપટ્ટી કરવાના પાર્ટી હાઇ કમાન્ડના નિર્ણયથી ધારાસભ્યો ભારે નાખુશ દેખાઇ રહ્યા છે. સોનિયા ગાંધી દ્વારા હાલમાં નવી નિમણૂંક કરવામાં આવી હતી. ચોધરીને પક્ષ પલટા વિરોધી કાયદાથી પાર ઉતરવા માટે ૧૮ ધારાસભ્યોના સમર્થનની જરૂર દેખાઇ રહી છે. રાજ્ય કોંગ્રેસના હેડક્વાર્ટસ ખાતે આયોજિત કાર્યક્રમમાં માત્ર એક ધારાસભ્ય સિદ્ધાર્થ ઉપસ્થિત રહ્યા હતા. કમ સે કમ ૧૫ ધારાસભ્યો અને એમએલસીએ ચોધરીના આવાસ પર પહોંચીને તેમના પ્રત્યે એકતા દર્શાવી હતી. જે ધારાસભ્યોએ જઇને ચોધરીની સાથે વાતચીત કરી હતી તેમના નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી. પ્રદેશ અધ્યક્ષ પદેથી પોતાની એકાએક વિદાયથી નારાજ થયેલા ચોધરીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે તેમની આ રીતે હકાલપટ્ટી કરી દેવામાં આવશે તે બાબતની કલ્પના ન હતી. તેમણે કહ્યુ હતુ કે પાર્ટી નેતૃત્વનુ તેઓ સ્વાગત કરે છે પરંતુ જે રીતે તેમને અપમાનિત કરીને દુર કરવામાં આવ્યા છે તે બાબત યોગ્ય નથી. દલિત હોવાના કારણે તેમને અધ્યક્ષપદેથી દુર કરવામાં આવ્યા છે. તેમની બે પેઢી કોંગ્રેસને મજબુત કરવા માટે કામ કરી ચુકી છે. તેમના માટે અપમાનજનક બાબત રહી છે.

Related posts

कुलभूषण पर ICJ का फैसला भारत के लिए जीत : राजनाथ

aapnugujarat

क्या सरकार के गलत रवैये से देश को मिल पाएगी मुक्ति : मायावती

aapnugujarat

यदि संसद कहेंगी तो PoK के सामने लिया जाएगा एक्शन : आर्मी चीफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1