Aapnu Gujarat
મનોરંજન

પ્લેબોય મેગેઝીનના સ્થાપક હ્યુ હેફનરનું થયેલું અવસાન

વિશ્વ પ્રસિદ્ધ પ્લેબોય મેગેઝીનના સ્થાપક અને સેકસુઅલ રિવોલ્યુશનના પ્રતિક ગણતા લોકપ્રિય હ્યુ હેફનરનુ અવસાન થઇ ગયુ છે. તેઓ ૯૧ વર્ષના હતા. ૬૦ના દશકમાં પુરૂષો માટે નવા પ્રકારના મેગેઝીનને રજૂ કરીને એક નવી ક્રાન્તિ લાવી હતી. ખુબસુરત મોડલો અને ટોપની અભિનેત્રીઓના નગ્ન ફોટાઓ પ્લેબોય મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. દુનિયાભરમાં પોતાની ઓળખનાર આ ૫૦ વર્ષ જુના એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે પ્રથમ ક્લબ ૧૯૬૧માં ખોલ્યું હતું. ત્યારબાદ દુનિયાભરમાં બે ડઝનથી વધારે ક્લેબ ચેઇન ચલાવી હતી. વર્ષ ૨૦૦૬માં આ કોન્સેપ્ટને નિષ્ફળતા મળી હતી. જો કે, ૨૦૦૫માં લંડન, મકાઉ અને કેનકુન જેવી જગ્યા પર ક્લબને ફરી લોંચ કરાયા હતા. આની સાથે સાથે હેફનરે પોતાના બિઝનેસ સામ્રાજયને સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. પ્લેબોય એન્ટરટેઇનમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હેફનરને એક વખત ટાઇમ મેગેઝીને પ્રફેટ ઓફ પોપ હેડોનિજમ તરીકે ગણાવ્યા હતા. હેફનરે પોતાના આવાસ પર અંતિમ શ્વાસ લીધા હતા. હેફનરે વર્ષ ૧૯૫૩માં પ્લેબોયની સ્થાપના કરી હતી. હેફનરે એક એવી બ્રાન્ડ તૈયાર કરી હતી જે બ્રાન્ડે ૨૦મી સદીના આખરી પાંચ દશકો માટે સેક્શુઅલ કલ્ચરને પરિભાષિત કરવાની સાથે સાથે તેને નવી ઉંચાઇ પણ આપી હતી. આ મેગેઝીન લેખ ઉપરાંત ખુબસુરત મહિલાઓના ન્યુડ ફોટો માટે પણ લોકપ્રિય છે.અમેરિકન આઇકન તરીકે તેમની નવી ઓળખ ઉભી થઇ ગઇ હતી. ઇતિહાસમાં તેમની કંપનીને સૌથી વધારે લોકપ્રિય અમેરિકી ગ્લોબલ બ્રાન્ડ તરીકે ગણવામાં આવે છે. તેમના અવસાન પર દુનિયાભરના લોકોએ દુખ વ્યક્ત કર્યુ છે. સેનામાં સેવા આપ્યા બાદ હેફનર કોલેજમાં જોડાયા હતા. પબ્લિસિંગનુ કામ કરતી વેળા તેમને પ્લે બોય માટે વિચાર આવતા આ દિશામાં આગળ વધી ગયા હતા. વિશ્વની ખુબસુરત અભિનેત્રીઓ અને મોડલ તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક હતી. તેમના મેગેઝીનમાં ન્યુડ ફોટો પણનઆપ્યા હતા. પામેલા એન્ડરસનને લોકપ્રિયતા તેમના મેગેઝીનના કારણે જ મળી હતી.હવે તેમનુ અવસાન થતા આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે.

Related posts

मीटू से लोगों की मानसिकता बदली : सनी

aapnugujarat

सलमान खान के शो के मेहमान होंगे अक्षय कुमार

aapnugujarat

આર.કે. સ્ટુડિયો વેચવાની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1