Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નિકાસકારોને મદદરૂપ થવા માટે ૩૦૦૦૦ કરોડના ફંડ ઉપર ચર્ચા

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વ્યવસ્થા હેઠળ નિકાસકારોને મદદરુપ થવા ૩૦૦૦૦ કરોડના ફંડની વિચારણા કરી રહી છે. નિકાસને ઝડપી કરવાના પાસા ઉપર ચર્ચા ચાલી રહી છે. નવી જીએસટી વ્યવસ્થા હેઠળ નિકાસકારોને ચિંતા સરકારને પણ સતાવી રહી છે. સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ૨૦૦૦૦-૩૦૦૦૦ કરોડના ફંડ ઉપર વિચારણા ચાલી રહી છે. કેપિટલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ વિચારણા ચાલી રહી છે. નિકાસકારોને મદદરુપ થવા એક ફંડની રચના કરવામાં આવનાર છે. ગયા સપ્તાહમાં હસમુખ હઢિયાના નેતૃત્વમાં મળેલી કમિટિમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. જીએસટી હેઠળ નિકાસકારોની ચિંતાને દૂર કરવાના હેતુસર આ કમિટિની રચના કરવામાં આવી છે. જો આ પેનલ દ્વારા મંજુરી મળશે તો દરખાસ્ત જીએસટી કાઉન્સિલમાં જશે. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આગામી સપ્તાહમાં કાઉન્સિલની બેઠક મળનાર છે. રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે. આના કારણે નિકાસકારોની ચિંતા વધી રહી છે. કેટલાક ઉકેલ પણ દેખાઈ રહ્યા છે. અર્થતંત્રમાં પ્રવર્તી રહેલી મંદી અને રોજગારીની ઓછી તકોના કારણે કેન્દ્ર સરકાર પણ ચિંતાતુર છે. આને વધારવાના પ્રયાસો થઇ રહ્યા છે. રોજગારી વધે તે માટે જુદા જુદા ક્ષેત્રો પાસેથી આંકડા મંગાવવામાં આવ્યા છે. જીડીપીમાં ગ્રોથ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં ૫.૬ ટકાના ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. નિકાસકારો દ્વારા જુલાઈ-ઓક્ટોબરના ગાળામાં ૬૫૦૦૦ કરોડના રિફંડ અટવાઈ પડ્યા છે પરંતુ સરકારે આ અહેવાલને રદિયો આપ્યો છે. ગયા સપ્તાહમાં અઢિયા પેનલની બેઠકમાં નિકાસકારો માટે ફંડ અટવાઈ પડવાના મુદ્દા ઉપર સમસ્યાનો નિકાલ લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કમિટિએ આઠ સેક્ટરોના નિકાસકારો સાથે બેઠક કરી હતી. આઠ સેક્ટરો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારો રહેલી સંબંધિત સત્તાને કેન્દ્રિય એક્સાઇઝ અને વેલ્યુએડેડ ટેક્સના પેન્ડિંગ રહેલા રિફંડ દાવાઓના નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. આના કારણે નિકાસકારોને રાહત મળી શકે છે. આ તમામ પ્રકારની ફરિયાદો છતાં નિકાસ ઓગસ્ટ મહિનામાં ૧૦.૩ ટકા રહી છે. જુલાઈની સરખામણીમાં તેમાં ૩.૯ ટકાનો વધારો થયો છે.

Related posts

ભગવાન રામના નામને લઈને પણ મમતાને પરેશાની : મોદી

aapnugujarat

चाइनीज सामानों के खिलाफ दिल्ली में विरोध प्रदर्शन हुआ

aapnugujarat

કુમારસ્વામીના શપથ પર ૪૨ લાખનો ખર્ચ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1