Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

અનાજ ઉત્પાદન ઘટી ૧૩૪ મિલિયન ટન રહેશે : રિપોર્ટ

ભારતમાં અનાજ ઉત્પાદનનો આંકડો ઓછો વરસાદના પરિણામ સ્વરુપે આ ખરીફ સિઝનમાં ૩.૮૬ મિલિયન ટન સુધી ઘટીને ૧૩૪.૬૮ મિલિયન ટન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. દેશના જુદા જુદા ભાગોમાં પુરની સ્થિતિ આ વર્ષે જોવા મળી ચુકી છે. કૃષિમંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા પ્રથમ સત્તાવાર અંદાજમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ ખરીફ અનાજનું ઉત્પાદન છેલ્લા ખરીફમાં ૧૩૮.૫૨ મિલિયન ટન રહ્યું હતું જે હવે ઘટીને ૧૩૪.૬૭ મિલિયન ટન રહી શકે છે. ચોખા, કઠોળ અને અન્ય અનાજમાં ઘટાડો નોંધાઈ શકે છે. રોકડિયા પાકમાં કપાસ, તેલિબિયા, જ્યુટના ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. શેરડીના ઉત્પાદનમાં વધારો થઇ શકે છે. આગામી મહિનાથી કાપણીની સિઝન શરૂ થવા જઈ રહી છે. નવેસરના અંદાજ મુજબ ચોખાનું ઉત્પાદન આ વર્ષમાં ખરીફ સિઝનમાં ૧.૯ મિલિયન ટન સુધી ઘટીને ૯૪.૪૮ મિલિયન ટન થઇ શકે છે. અગાઉના ખરીફમાં આ આંકડો ૯૬.૩૯ મિલિયન ટન રહ્યો હતો. કઠોળ ઉત્પાદન રેકોર્ડ ૯.૪૨ મિલિયન ટનથી ઘટીને ૮.૭૧ મિલિયન ટન રહી શકે છે. તુવેરનું ઉત્પાદન ૪.૭૮ મિલિયન ટનથી ઘટીને ૩.૯૯ મિલિયન ટન થઇ શકે છે જ્યારે અડદનું ઉત્પાદન છેલ્લી ખરીફ સિઝનમાં ૨.૧૭ મિલિયન ટનથી વધીને ૨.૫૩ મિલિયન ટન થઈ શકે છે. અનાજ ઉત્પાદનમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. ખરીફ સિઝનમાં ઘટાડો થવા માટે કેટલાક પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. મકાઈનું ઉત્પાદન ૧૮.૭૩ મિલિયન ટન આ ખરીફ સિઝનમાં રહી શકે છે. એક વર્ષ અગાઉ આ આંકડો ૧૯.૨૪ મિલિયન ટનનો હતો. તેલિબિયાનું ઉત્પાદન આ વર્ષની ખરીફ સિઝનમાં ઘટીને ૨૦.૬૮ મિલિયન ટન થઇ શકે છે જે એક વર્ષ અગાઉના ગાળામાં ૨૨.૪૦ મિલિયન ટન રહ્યું હતું. સોયાબીનનું ઉત્પાદન છેલ્લા ખરીફમાં ૧૩.૭૯ મિલિયન ટનની સામે ઘટીને આ વર્ષે ૧૨.૨૨ મિલિયન ટન રહી શકે છે.
રોકડિયા પાકમાં કપાસનું ઉત્પાદન ૨૦૧૭-૧૮ના પાક વર્ષમાં ૩૨.૨૭ બેલ્સ રહી શકે છે જે અગાઉ ૩૩.૦૯ મિલિયન બેલ્સ હતું. બેલ્સમાં ૧૭૦ કિલો પ્રતિને ગણવામાં આળે છે. જો કે, શેરડીના ઉત્પાદનમાં આ વખતે વધારો થઇ શકે છે. અગાઉના ૩૦૬.૭૨ મિલિયન ટનની સામે શેરડીનું ઉત્પાદન ૩૩૭.૬૯ મિલિયન ટન રહી શકે છે. આસામ, બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં પુરની સ્થિતિ રહી છે જ્યારે કર્ણાટક, છત્તીસગઢ અને તમિળનાડુમાં ખુબ ઓછો વરસાદ થયો છે. દેશના જુદા જુદા ભાગોમાં ખરીફ ઉત્પાદનમાં ઘટાડો થવા માટે દુષ્કાળ અને પુરને પણ જવાબદાર ગણવામાં આવે છે.

Related posts

કોંગ્રેસ સાથે પ્રિપોલ જોડાણ કરવાની માયાની હિલચાલ

aapnugujarat

देश में अरबपतियों की कुल संपत्ति ९.६२% बढ़ी

aapnugujarat

સંસદીય ક્ષેત્ર વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામનો હિસાબ આપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1