Aapnu Gujarat
બિઝનેસ

જીયો ફોનની ડિલિવરી અંતે શરૂ : લોકોમાં ભારે ઉત્સાહ

રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડમાં એક ચેનલ પાર્ટનરના કહેવા મુજબ આશરે ૬૦ લાખ રિલાયન્સ જીયો ફોનની ડિલિવરી રવિવારથી શરૂ થઇ ચુકી છે. ૧૫દ દિવસની અંદર આને પૂર્ણ કરી લેવામાં આવે તેવી શક્યતા છે. નામ જાહેર નહીં કરવાની શરતે એક પાર્ટનરે કહ્યું છે કે, આ સસ્તા ફોરજી હેન્ડસેટની ડિલિવરી પહેલા ગ્રામીણ વિસ્તારોમાં અને ત્યારબાદ નાના શહેરોમાં કરવામાં આવશે. ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જીયો ફોન ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેની ડિજિટલ અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરશે જેથી જીયો ફોનની ડિલિવરી સૌથી પહેલા ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોથી શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ જીયોએ આ અંગે વિગત આપતા કહ્યું છે કે, હજુ સુધી અમે કોઇ જવાબ આપી રહ્યા નથી. રિલાયન્સ જીયોના પ્રિ બુકિંગની પ્રક્રિયા ૨૪મી ઓગસ્ટના દિવસે શરૂ કરવામાં આવી હતી અને આ બુકિંગ માટે માત્ર ૫૦૦ રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી. બાકીના ૧૦૦૦ રૂપિયા હવે એ વખતે આપવા પડશે જ્યારે ફોન ગ્રાહકોના હાથમાં આવીજશે. ત્રણ વર્ષ સુધી ફોન ચલાવી લીધા બાદ કંપની ૧૫૦૦ રૂપિયા પરત કરી દેશે. પહેલા ૬૦ લાખ ફોનની ડિલિવરી ૧૫ દિવસ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
હજુ સુધી આગામી બુકિંગ શરૂ થવાની તારીખ જાહેર કરવામાં આવી નથી. સાયબર મિડિયા રિસર્ચના કહેવા મુજબ ૨૦૧૭ની બીજી ત્રિમાસિક અવધિમાં કુલ છ કરોડ ૧૮ લાખ ફોન યુનિટ શિપ કરવામાં આવ્યા હતા. ૬૦ લાખ ફોન વેચી દીધા બાદ રિલાયન્સ જીયો ભારતના કુલ મોબાઇલ ફોનની સંખ્યામાં ૧૦ ટકા એક ક્વાર્ટરમાં પુર્ણ કરાશે.

Related posts

પેટ્રોલ-ડીઝલે વધાર્યો સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર

aapnugujarat

એક વર્ષમાં યુપીઆઈ પેમેન્ટમાં ૪૨ ટકાની વૃદ્ધિ જોવા મળી

aapnugujarat

સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1