Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપની કારોબારીની બેઠક શરૂ : આજે મોદીનું સંબોધન

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠક આજે શરૂ થઇ હતી. ભાજપ પ્રમુખ અમિત શાહના સંબોધન સાથે આની શરૂઆત થઇ હતી. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ ઉપર ચર્ચા થઇ રહી છે. વર્ષ ૨૦૧૯માં યોજાનારી યોજાનારી લોકસભાની ચૂંટણીમા ંહજુ અઢી વર્ષનો ગાળો છે ત્યારે ભાજપ પહેલાથી જ તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે જેથી પાર્ટીએ તમામ સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પ્રદેશ એકમોના અધ્યક્ષોને બોલાવ્યા છે. ભાજપના સુત્રોએ કહ્યું છ ેકે, ૨૫મી સપ્ટેમ્બરના દિવસે એટલે કે આવતીકાલે વડાપ્રધાન મોદી સંબોધન કરનાર છે. તેઓ કેટલાક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની દિશા પણ નક્કી કરશે. સુત્રોએ કહ્યું છે કે, બેઠક દરમિયાન રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે જેમાં રોહિગ્યા મુસ્લિમોના મુદ્દા ઉપર કોઇ ખાસ વાત કરવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. રાજકીય પ્રસ્તાવ તૈયાર કરવાની જવાબદારી રામમાધવ અને વિનયને સોંપવામાં આવી છે. આ બેઠકમાં આર્થિક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવનાર છે જેમાં જીએસટીથી આવેલા આર્થિક ફેરફાર, નોટબંધીના કારણે બદલાયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રોહિગ્યાના મુદ્દા ઉપર સરકારના વલણની પણ ટિકા ટિપ્પણી કરવામાં આવી શકે છે. જીએસટી અને નોટબંધીના મુદ્દા ઉપ્ર પણ સરકારને કોંગ્રેસ સહિત કેટલાક વિરોધ પક્ષોની ટિકા ટિપ્પણીનો સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠકની જોરદાર તૈયારીઓ પહેલાથી જ કરવામાં આવી હતી. તાલકટોરા સ્ટેડિયમને જોરદારરીતે શણગારી દેવામાં આવ્યું છે. ભોજન, ટેન્ટ અને બાકી વ્યવસ્થાના પરિણામ સ્વરુપે પાંચ કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આશરે ૩૫૦૦ લોકો માટે બ્રેક ફાસ્ટ, લંચની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે નોર્થ ઇન્ડિયા, સાઉથ અને કોન્ટિનેન્ટલ ડિશની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કાર્યક્રમના આયોજન માટે દિલ્હી પ્રદેશમાં સમન્વય માટેની જવાબદારી કૈલાશ વિજય વર્ગીયને સોંપી દેવામાં આવી છે. ભાજપની વિસ્તૃત રાષ્ટ્રીય કારોબારીની આ બેઠક દિન દયાળ ઉપાધ્યાય જન્મ સદી સમારોહના સમાપન પ્રસંગે આયોજિત કરવામાં આવી રહી છે. પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ જુદા જુદા રાજ્યોમાં પ્રવાસ કરીને પાર્ટીના કાર્યકરોમાં નવો જુસ્સો જગાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ છેલ્લા એક વર્ષથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ મનાવે છે. બેઠકમાં પાર્ટીના તમામ ૨૮૧ લોકસભા સભ્યો, રાજ્યસભાના ૫૭ સભ્યો, ૧૪૦૦ ધારાસભ્ય, વિધાન પરિષદના સભ્યો, કોર ગ્રુપના સભ્યો, પ્રદેશ એકમોના અધ્યક્ષો અને મહામંત્રીને બોલાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સામાન્યરીતે સ્થાનિક અને ખાસ કરીને આમંત્રિતોને બોલાવવામાં આવે છે પરંતુ આ વખતે આમા ભાગ લેનારાઓની સંખ્યા ૨૦૦૦ની આસપાસ છે. સામાન્યરીતે ૨૦૦ને જ આમંત્રણ આપવામાં આવે છે પરંતુ આ વખતે સભ્યોની સંખ્યા વધી ગઈ છે.

Related posts

કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા રાહુલ સામે પડકાર

aapnugujarat

आधार कानून तोड़ने पर लगेगा 1 करोड़ का जुर्माना

aapnugujarat

પાંચ-પાંચ પેઢી સુધી રાજ કર્યું પરંતુ કોંગ્રેસે ગરીબો માટે કંઇ ન કર્યું : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1