Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રોહિગ્યા સંકટ : મ્યાનમારનાં હિન્દુઓને મોદી સરકાર પાસેથી આશા

મ્યાનમારની સેના અને રોહિંગ્યા બળવાખોરો વચ્ચે ફસાયેલા બાંગ્લાદેશ ભાગી જનાર સેકડો હિન્દુઓને આજે ભારત સરકાર પાસેથી આશા દેખાઈ રહી છે. બાંગ્લાદેશમાં ચાર લાખથી વધારે રોહિંગ્યા મુસ્લિમ કેમ્પોથી થોડાક અંતરે હિન્દુઓને રાખવામાં આવ્યા છે.
હવે આ શરણાર્થીઓનું કહેવું છે કે તેમને બૌદ્ધ ધર્મવાળા ગામમાં પરત ફરવાને લઇને ભય છે પરંતુ હવે તેમને મુસ્લિમ બહુમતિવાળા બાંગ્લાદેશમાં રહેવાને લઇને પણ ચિંતા સતાવી રહી છે. શરણાર્થી કેમ્પમાં પોતાની પત્નીની સાથે બેઠેલા નિરંજન રુદ્ધએ કહ્યું છે કે, ભારતને હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. અમે ભારતમાં શાંતિપૂર્ણ જીવન જીવવા માટે ઇચ્છુક છીએ. વધારે કઇ પગલા લેવા માંગતા નથી. મ્યાનમારમાં અને બાંગ્લાદેશમાં આ પ્રકારની બાબત શક્ય દેખાઈ રહી નથી. બીજી બાજુ ભારત સરકારે હિન્દુ શરણાર્થીઓની આ આશાને લઇને કોઇ પ્રતિક્રિયા આપી નથી. સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે ૪૦૦૦૦ રોહિંગ્યાને પરત મ્યાનમાર મોકલવાને લઇને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને લઇને સરકાર રાહ જોઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ સભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નજીકના નેતા એ વિશ્વાસે કહ્યું છે કે, મ્યાનમારથી ભાગી રહેલા હિન્દુ લોકો માટે ભારત એક આદર્શ સ્થળ તરીકે છે. સરકારને હિન્દુ પરિવારોને ભારતમાં આવવાની મંજુરી આપવી જોઇએ. તેમને ભારતમાં તક મળવી જોઇએ. વિશ્વાસે કહ્યું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ ગૃહમંત્રાલયને શરણાર્થીઓને લઇને એક રિપોર્ટ સોંપશે અને મ્યાનમાર બાંગ્લાદેશના હિન્દુઓને ભારતમાં શરણ આપવા માટે નવી રણનીતિની માંગ કરશે.

Related posts

ઓસ્ટ્રેલિયામાં અલગ આતંકવાદી મંત્રાલયની રચના

aapnugujarat

નાસા હવે ચંદ્ર પર નેટવર્ક સ્થાપિત કરવાની તૈયારીઓ કરી રહ્યું છે

editor

Sudan’s pro-democracy movement resumes talks with ruling military council

aapnugujarat

Leave a Comment

UA-96247877-1