Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇકબાલ કાસ્કરના દાઉદની સાથે કનેક્શનમાં પણ તપાસ

દાઉદ ઇબ્રાહિમના નાના ભાઇ ઇકબાલ કાસ્કરની થાણે પોલીસે ધરપકડ કરી લીધા બાદ ઇકબાલ કાસ્કરની સાથે દાઉદના કનેક્શનની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આજે થાણે પોલીસ કમિશનર પરમવીરસિંહે આ સંદર્ભમાં અનેક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઝડપાયેલા ત્રણેય લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. પત્રકાર પરિષદ દરમિયાન પોલીસ કમિશનરે કહ્યું હતું કે, અમને ઘણા સમયથી સૂચના મળી રહી હતી કે, દાઉદની ટોળકી અમારા ક્ષેત્રમાં સક્રિય છે. કાસ્કરને તેની બહેનના આવાસથી પકડી પાડવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ખંડણીની રકમ ફ્લેટ તરીકે લેવામાં આવી હતી. હવે મજબૂત કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેટલાક સ્થાનિક નેતાઓના નામ પણ સપાટી ઉપર આવ્યા છે. તેમની સામે પણ તપાસ કરવામાં આવનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, વધુ ધરપકડ કરવામાં આવે લાકોની કસ્ટડીના પ્રયાસ ચાલી રહ્યા છે. મામલામાં દાઉદ ઇબ્રાહિમની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ૧૦થી ૨૦ લોકોના નામ એવા આવ્યા છે જે ખંડણી વસુલ કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું. મની લોન્ડરિંગ એંગલ આવશે તો ઇડીની પણ મદદ લેવામાં આવશે. દાઉદ ગેંગના નામથી ધમકી આપવામાં આવી રહી હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

गोवा में 21 नवंबर से खुलेंगे 10वीं और 12वीं के स्कूल : सीएम प्रमोद सावंत

editor

Uttarakhand rains : Cloud burst in Uttarkashi, 17 died

aapnugujarat

ભારતે ચાબહાર પોર્ટથી નિકાસ વધારતા પાક.ને પડ્યો ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1