Aapnu Gujarat
મનોરંજન

રિતિક સાથે કાબિલ ફિલ્મ હિટ છતાંય યામી ફ્લોપ

રિતિક રોશન જેવા સુપરસ્ટાર સાથે કાબિલ જેવી સફળ ફિલ્મમાં કામ કર્યા બાદ પણ ખુબસુરત યામી ગૌતમની પાસે વધારે ફિલ્મ આવી રહી નથી. તેની પાસે નહીવત જેવી ફિલ્મ છે. યામી ગૌતમ આગામી દિવસોમાં સારી ફિલ્મ મળવા માટે આશા ધરાવે છે. યામી ગૌતમને શરૂઆતમાં ઓછી સફળતા મળ્યા બાદ મોટીસફળતા મળવા માટે તે આશાવાદી છે. બોલિવુડમાં પાંચ વર્ષના ગાળામાં તે નિષ્ફળતા અને હારનો સ્વાદ ચાખી ચુકી છે. વર્ષ ૨૦૧૨માં વિકી ડોનર ફિલ્મ મારફતે તે જાણીતી થઇ હતી. આ ફિલ્મ ચાહકોને ભારે પસંદ પડી હતી. આ ફિલ્મની પટકથા અન્ય ફિલ્મો કરતા જુદા પ્રકારની હતી. એક ફિલ્મની નિષ્ફળતા કલાકાર પર કેટલી અસર કરે છે તે અંગે પુછવામાં આવતા યામીએ કહ્યુ હતુ કે નિષ્ફળતા તમામ માટે લાઇફના એક હિસ્સા તરીકે છે. બદલાપુરની સ્ટાર અભિનેત્રીએ કહ્યુ છે કે હવે સમય સખત પરિશ્રમ માટેનો છે. વિકી ડોનરને મોટી સફળતા હાથ લાગી હતી. તે કઇ ફિલ્મમાં હવે કામ કરી રહી છે તે અંગે પુછવામાં આવતા યામીએ કહ્યુ હતુ કે તે સુપરસ્ટાર રિતિક રોશન સાથે કામ કર્યા બાદ આશાવાદી છે. સંજય ગુપ્તા દ્વારા આ ફિલ્મનુ નિર્દેશન કરવામાં આવ્યુ હતુ. યામીએકહ્યુ છે કે બોલિવુડમાં તે નવા કલાકારોની સાથે સાથે મોટા સ્ટાર સાથે કામ કરવા માટેનુ સપનુ ધરાવે છે. તે જાહેરાતની દુનિયા સાથે જોડાયેલી રહી છે.

Related posts

કૃતિ સનુન વિશાલની ફિલ્મમાં કામ કરવા તૈયાર

aapnugujarat

निक के बिना भारत लौटी प्रियंका के चेहरे पर साफ दिखी उदासी

aapnugujarat

દુનિયાના ૧૦ ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં મહાદેવપુર ડાભલાના શિક્ષક દિલીપસિંહ વિહોલનો સમાવેશ

editor

Leave a Comment

UA-96247877-1