Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાને સંતુષ્ઠ કરવાનું કામ પાક.નું નથી

પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખુર્રમ દસ્તગીરે જણાવ્યું છે કે અમેરિકાને સંતુષ્ટ કરવાનું અમારું કામ નથી. આટલું જ નહીં પાકિસ્તાન સરકાર અમેરિકા સાથેના સંબંધો અંગે ફેરવિચારણા કરી રહી છે.ખુર્રમે જણાવ્યું હતું કે અમે પુરાવા સાથે અને તાર્કિક રીતે અમારા વિચારો રજૂ કરીશું. અમે અમારી સ્થિતિ વિશે વિગતવાર જાણકારી આપીશું, પરંતુ અમેરિકાનેં સંતુષ્ઠ કરવાનું અમારું કામ નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આંતકવાદ મુદ્દે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં બંને દેશો વચ્ચેના સંબંધો વણસી ગયા છે.
ભારતના સંદર્ભમાં અમેરિકાએ પાકિસ્તાનના વલણ પર ધ્યાન આપ્યું ન હોવાથી પણ દસ્તગીરે નારાજગી વ્યક્ત કરી હતી.
પાકિસ્તાની સંરક્ષણપ્રધાને જણાવ્યું હતું કે પાકિસ્તાન પ્રત્યે ભારતનું વલણ યુદ્ધ માટે ઉશ્કેરણી કરતું છે અને અમેરિકા તેની અવગણના કરી રહ્યું છે. આ સ્થિતિ ગંભીર છે. અમેરિકા, ભારત અને અફઘાનિસ્તાનની ધરી પાકિસ્તાન માટે જોખમી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકાને બધી ખબર છે, પરંતુ પોતાના વ્યૂહાત્મક હિતો માટે અમેરિકા અમારા પર તોળાતા જોખમની અવગણના કરે છે. ગયા મહિને ટ્રમ્પના નિવેદનના વિરોધમાં પાકિસ્તાને દ્વિપક્ષીય વાટાઘાટો સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

Related posts

चीन की भारत को चेतावनी

editor

આતંકીઓ ભારતીય નૌસેનાને નિશાન બનાવવાની તૈયારીમાં

aapnugujarat

बलूचिस्तान में ऐलान : पाक. से आजाद होते ही पहली मूर्ति मोदी की लगेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1